Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બે પોલીસ કર્મચારી પર એક મહિલા તથા બે શખ્સે કર્યાે હુમલો

પડી જતાં પોલીસકર્મી તથા અન્ય એકને થઈ ઈજાઃ

જામનગર તા. ૨૪: જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીકના ભીમવાસમાં ગઈકાલે એક આરોપી સામે અટકાયતી પગલાં ભરવા માટે એક એએસઆઈ તથા હેડ કોન્સ્ટેબલ ઘેર ગયા હતા. આ વેળાએ તે શખ્સ તથા તેના ભાઈ અને ભાભીએ પોલીસ પર હુમલો કરી ફડાકો ઝીંક્યો હતો અને ફિનાઈલ પી લેવા, પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. ઝપાઝપીમાં પડી જતા આરોપીને ઈજા થઈ હતી.

જામનગરના સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની હનુમાન ગેઈટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એએસઆઈ સરમણભાઈ આર. ચાવડા તથા જમાદાર જીતેન્દ્ર સોચાએ જૂના રેલવે સ્ટેશન નજીક આવેલા ભીમવાસની શેરી નં.૧માં રહેતા સુનિલ વિપુલભાઈ ધવલ સામે અટકાયતી પગલાં ભરવા માટે કાનૂની કાર્યવાહી કરી હતી.

આ શખ્સ સામે અગાઉ દારૂબંધી ભંગનો ગુન્હો નોંધાયો હતો. તે પછી હાલમાં લોકસભા ચૂૂંટણી ફરજ અન્વયે આ શખ્સ સામે અટકાયતી પગલાં લઈ તેના જામીન લેવડાવવાના હતા તેથી સુનિલને પોલીસચોકીએ આવવા જણાવાયું હતું. તેમ છતાં સુનિલ આવતો ન હોવાથી ગઈકાલે બપોરે સરમણભાઈ તથા જીતેન્દ્રભાઈ તેના ઘેર ગયા હતા. આ વેળાએ સુનિલે જામીન નથી લેવડાવવા તેમ કહ્યા પછી ગાળો ભાંડી ઝપાઝપી શરૂ કરી હતી.

આ વેળાએ તેનો ભાઈ આકાશ અને સુનિલના ભાઈના પત્ની પણ આવી ગયા હતા. આકાશે તમે આને લઈ જશો તો હું ફિનાઈલ પી લઈશ તેવી ધમકી આપી હતી અને સુનિલના ભાઈની પત્નીએ પણ દવા પી લેવાની અને ફરિયાદ કરવાની ધમકી આપી હતી, સુનિલે જમાદાર જીતેન્દ્રનો કોલર પકડી ફડાકો ઝીંક્યો હતો. આ વેળાએ બંને વ્યક્તિ પડી ગયા હતા. જેમાં સુનિલને કપાળના ભાગે ઈજા થઈ હતી.

આ બાબતની ગઈકાલે બપોરે સરમણભાઈએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સુનિલ ઉર્ફે ધમા, આકાશ તથા સુનિલના ભાઈના પત્ની સામે આઈપીસી ૩૩૨, ૩૫૩, ૧૮૬, ૫૦૪, ૧૧૪ હેઠળ નોંધાયેલા આ ગુન્હાની પીએસઆઈ જે.પી. સોઢાએ તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh