Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શશિ થરૂર, હેમામાલિની, અરૂણ ગોવિલ, રાહુલ ગાંધી સહિતના નેતાઓનું ભાવિ થશે નક્કીઃ
નવી દિલ્હી તા. ર૪: આગામી તા. ર૬ મી ના બીજા તબક્કાના મતદાનમાં ૧૩ રાજ્યની ૮૮ બેઠકો માટે મતદાન થશે. જેમાં રાહુલ ગાંધી, શશિ થરૂર, હેમામાલિની, અરૂણ ગોવિલ સહિતના મહાનુભાવોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. કાળઝાળ ગરમીએ રાજકીય પક્ષોની ચિંતા વધારી છે.
લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ર૬ એપ્રિલે ૧ર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૮૮ લોકસભા બેઠકો પર મતદાન થશે. કેન્દ્રિય મંત્રી રાજીવ ચંદ્રશેખર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, શશિ થરૂર, અભિનેત્રી હેમામાલિની, રામાયણ સિરિયલના રામ અરૂણ ગોવિલ સહિત ૧,ર૦૬ ઉમેદવારો મેદાનમાં છે. આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે.
પ્રથમ તબક્કામાં ઓછા મતદાનને જોતા ચુંટણી પંચે તેના કર્મચારીઓને લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ચૂંટણી પંચે પણ આ વખતે નવો પ્રયોગ કર્યો છે. તેણે શહેરી વિસ્તારોમાં બહુમાળી ઈમારતોમાં મતદાનની વ્યવસ્થા કરી છે. મતદાનનો સમય સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીનો છે, પરંતુ સમય પૂરો થયા પછી પણ જો લોકો કતારમાં ઊભા રહેશે તો તેમનો પણ મતદાન થશે.
બીજા તબક્કામાં વાયનાડથી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મથુરાથી હેમામાલિની અને મેરઠથી અરૂણ ગોવિલ મેદાનમાં છે. શશિ થરૂર નિરવનંતપુરમ્થી કેન્દ્રિય મંત્રી ચંદ્રશેખર સામે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના જુગલ કિશોર જમ્મુ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના રમણ ભલ્લા સામે ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં ગુલામ નબી આઝાદની પાર્ટી ડીપીએપી એ જીએમ સરૂરીને મેદાનમાં ઉતારીને હરિફાઈને ત્રિકોણિય બનાવવાનો પ્રયાસ કર્યો છે. અહીં કુલ રર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
બીજા તબક્કામાં ઉત્તરપ્રદેશની ૮ બેઠકો પર મતદાન થશે, જ્યાં ૯૧ ઉમેદવારો છે. ગૌતમ બુદ્ધનગર અને મથુરાની બેઠકો પર સૌથી વધુ ૧પ-૧પ ઉમેદવારો છે. બુલંદશહરમાં માત્ર છ ઉમેદવારો મેદાનમાં છે. અમરોહામાં ૧ર, મેરઠમાં આઠ, બાગપતમાં સાત, ગાઝિયાબાદ અને અલીગઢમાં ૧૪-૧૪ ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં રાજ્યની ગૌતમ બુદ્ધનગર, ગાઝિયાબાદ, અમરોહા, મેરઠ, બાગપત, બુલંદશહર, અલીગઢ અને મથુરા બેઠકો માટે મતદાન થશે.
લોકસભાની ચૂંટણીમાં મતદારોની ઉદાસીનતા અને હવામાનની સ્થિતિએ રાજકીય પક્ષોની ચિંતા વધારી દીધી છે. યુપીમાં પ્રથમ તબક્કાની ૮ લોકસભા સીટો પર ર૦૧૯ ની સરખામણીમાં મતદાનમાં પ.૩પ ટકાનો ઘટાડો થયો છે. બીજા તબક્કાનું મતદાન ર૬ એપ્રિલે છે. તે દિવસે તાપમાન ૪૦ ડીગ્રીને પાર થવાની ધારણા છે. હવામાન વિભાગે હીટ વેવની ચેતવણી આપી છે. આવી સ્થિતિમાં બીજા તબક્કામાં પણ હીટ વેવને કારણે મતો બળી જવાનો ખતરો વધી ગયો છે. તેથી રાજકીય પક્ષોએ મતદારોને જાગૃત કરવા અને તેમને બુથ સુધી લઈ જવા માટે તેમના પ્રયાસો તેજ કરી દીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial