Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં પહેલી-બીજી મે દરમિયાન ૬ ચૂંટણી સભાઓ ગજવશે પીએમ મોદી

બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે કાર્પેટ બોમ્બીંગઃ

અમદાવાદ તા. ર૪: ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થનાર હોઈ હવે વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા પ્રચાર માટે કાર્પેટ બોમ્બીંગના આયોજનો થયા છે.

લોકસભા ચૂંટણી-ર૦ર૪ ના બીજા તબક્કાનું મતદાન પુરૃં થતાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ત્રીજા તબક્કામાંગુજરાતની ર૬ પૈકી રપ બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ પોતાના કાર્પેટ બોમ્બિંગનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરંભ કરે તેવી રીતે આયોજન કરાયું છે. વડાપ્રધાન ૧-ર મે એમ બે દિવસમાં જ છ જાહેરસભાઓ ગજવશે અને સંભવતઃ વડોદરામાં રોડ શો પણ કરી શકે છે.

વડાપ્રધાનના પ્રવાસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ત્રણ દિવસ પોતાના હોમ સ્ટેટમાં ભાજપના પ્રચાર માટે આવવાના છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે ૭ મે ના રોજ મતદાન યોજાશે. પ મે ના રોજ પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલાં ભાજપ પોતાના રાષ્ટ્રીય નેતાઓના પ્રચાર પ્રવાસનો ગોઠવીને લાંબા સમયથી પ્રવર્તતા નિરસ પ્રચારમાં ગરમી આવશે. આમ તો હાલ રાજ્યમાં ગરમીનો પ્રકોપ છે અને મોટાભાગના ઉમેદવારો સવારથી બપોર અને સાંજથી રાત સુધી નાની નાની સભાઓ, બેઠકો, સામાજિક બેઠકો યોજી પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તા. ર૭ થી ર૯ એપ્રિલ દરમિયાન દાહોદ, પંચમહાલની એક સંયુકત સભા યોજશે. અમિતભાઈ બારડોલીથી ર૭મીએ પોતાનો પ્રચાર પ્રવાસ શરૂ કરશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અમિતભાઈની સભાઓ ગોઠવાઈ રહી છે. તેમ સુત્રો જણાવે છે.

સુત્રો વધુમાં જણાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સ્થાપના દિને જુનાગઢથી પ્રચાર પ્રવાસનો આરંભ કરે તેવી રીતે આયોજન થયું છે. વડાપ્રધાન ૧લી એ બનાસકાંઠા અને આણંદમાં સભા જગવશે. ર તારીખે સુરેન્દ્રનગર , બનાસકાઠા, ભરૂચમાં સભા જગવી વડોદરામાં રોડ શો કરશે. વડાપ્રધાનનો પ્રવાસ દક્ષિણ ગુજરાતની બેઠકો સિવાય કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે. જેમાં દરેક સભામાં આસપાસની ત્રણ-ચાર બેઠકોને આવરી લેવાશે, તેમ જાણવા મળે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh