Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા પાલિકાના કર્મચારીઓનું
ખંભાળીયા તા. ર૪ : ખંભાળીયા પાલિકાના કર્મીઓને મળતું સાતમું પગાર ધોરણ પરત ખેંચવાના મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ આવતા પાલિકા કર્મીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
રાજ્યની નગર-પાલિકાઓમાં સરકાર દ્વારા મહેકમ ખર્ચની મર્યાદા નિયત કરેલ છે જેમાં મહકેમ ખર્ચની મર્યાદા જાળવવાની જવાબદારી પાલિકાના વહીવટી તંત્રની હોય છે. પરંતુ પાલિકામાં બિન જરૂરી ખર્ચાઓના કારણે પાલિકાનું મહેકમ ખર્ચ વધી જતાં પાલિકાની મહેસુલી આવક વધારવાના બદલે પાલિકાના કર્મચારીઓના સાતમા પગાર ધોરણ પ્રમાણે મળતા પગારોમાં ઘટાડો કરવા પાલિકાના ચીફ ઓફિસરે તા. ૧૮-૪-ર૪ ના કર્મચારીઓને મળતુ સાતમું પગાર ધોરણ પરત ખેંચવા અંગેનો દફતરી હુકમ કરેલ હતો. જેની સામે ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ મહામંત્રી દ્વારા ગુજરાતની વડી અદાલતમાં ચીફ ઓફિસરના આદેશને પડકારવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત હાઈકોર્ટે ખંભાળીયા નગરપાલિકા ચીફ ઓફિસરના તા. ૧૮-૪-ર૪ ના દફતરી હુકમ સામે તા. ર૪-૪-ર૪ ના મનાઈ હુકમ ફરમાવતા પાલિકાના કર્મચારીઓમાં આનંદ અને ખુશીની લહેર છવાઈ હતી. તેમ રમેશ વાઘેલા પ્રદેશ મહામંત્રી ગુજરાત સફાઈ કામદાર મહામંડળનીએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial