Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો અંધેર વહીવટ
ખંભાળિયા તા. ર૪: દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના છેલ્લા કેટલાક સમયથી અણઘડ વહીવટથી શિક્ષકો મુશ્કેલીમાં મૂકાયા છે તથા પ્રત્યેક શિક્ષકને વર્ષે દોઢ-બે લાખની નુક્સાની વેઠવાની આવતા ભારે રોષની પણ લાગણી ફેલાય છે.
નવા નિયમ મુજબ જે શિક્ષકો તથા કર્મચારીઓ જી.પી.એફ.ના હક્કદાર નથી તેમના માટે સી.પી.એફ.ની જોગવાઈ થયેલ છે. સી.પી.એફ.માં નવા પરિપત્ર મુજબ સરકાર કર્મચારીઓના પગારના ૧૪ ટકા સી.પી.એફ.માં કાઢે બાકી કર્મચારીએ કાઢવાના હોય, આ યોજનામાં પ્રાન નંબર આવે તે પછી સી.પી.એફ. કપાત ચાલુ થાય, પરંતુ દ્વારકા જિલ્લામાં અનેક શિક્ષકોના પ્રાન નંબર બે-બે વર્ષથી આવી જવા છતાં પણ તેમના સી.પી.એફ.ના કપાતા સરકારે કર્મચારીદીઠ વર્ષે દોઢેક લાખ રૂપિયા ભરવા પડે તે ભરતા ન હોય, કર્મચારીઓને વર્ષે મોટું નુક્સાન થાય છે.
નવાઈની વાત છે કે શિક્ષણ વિભાગ દ્વારા જ પ્રાન નંબર ફાળવાયા છે, જ્યારે પી.પી.એ. નંબર બે-બે વર્ષથી ના ફાળવાતા આ કપાત થઈ ના શકતા એકમાં પેન્શન યોજના વગરના અને ઓછા પગારવાળા કર્મચારીઓને મોટું આર્થિક નુક્સાન થતું હોય, ભારે રોષની લાગણી ફેલાઈ છે, તો આવા ગંભીર મુદ્દે વિવિધ સંઘોની ઢીલી નીતિ પણ ચર્ચાસ્પદ બની છે, તો થાકેલા કર્મચારીઓ દ્વારા આ બાબતે રાજકીય અગ્રણીઓને પણ ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial