Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમરની તકલીફમાં ફિઝિયોથેરાપીથી પણ રાહત થઈ શકેઃ
જામનગર તા.૨૪: જામનગરની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા શહેરમાં આવેલા સેતાવડમાં ફિઝિયોથેરાપી સેન્ટર તથા ડેન્ટલ કેર ક્લિનિકની સેવા આપવામાં આવી રહી છે. આ તબક્કે મિશન હેલ્થની ટીમ દ્વારા તાજેતરમાં વિવિધ સ્નાયુ અને કમર સંલગ્ન સમસ્યાઓ માટે એક ડાયોગ્નાઈઝ (નિદાન) કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૭૦થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.
કમરની દરેક તકલીફનું નિરાકરણ ઓપરેશન નથી, યોગ્ય ફિઝિયોથેરાપીથી પણ તેનું નિરાકરણ આવી શકે છે. આ કેમ્પમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, જામનગરના પ્રમુખ બિપીનભાઈ ઝવેરી, વાઈસ ચેરમેન ડો. અવિનાશભાઈ ભટ્ટ, ટ્રેઝરર હરેન્દ્રભાઈ ભાડલાવાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કિરીટભાઈ શહ, ડો. કલ્પનાબેન ખંઢેરીયા, પીંક ફાઉન્ડેશન તથા ઉર્મીબેન મહેતા, ફિઝિયોથેરાપી સેન્ટરના મુખ્ય દાતા શેતલબેન શેઠ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ભાર્ગવ ઠાકર, અવનીબેન ત્રિવેદી, મનોજ મણીયાર, જયશ્રીબેન જોશીષ રેખાબેન જોશી, હર્ષાબેન રાવલ, નિકલ ગઢવી તથા તબીબોમાં ડો. ધ્યેય કેશોર, ડો. રેશ્માબેન સોની, નિરવભાઈ શુકલ, મિશન હેલ્થના ડાયરેકટર ડો. ગૌરાંગ મહેતા અને તેઓની ટીમ ઉપસ્થિત રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial