Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
ખંભાળીયા તા. ર૪ જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા માર્ગ સલામતીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એકશન ટેકન રીપોર્ટ અંગે વિવિધ રોડ ઉપર સ્ટ્રીપ મુકવા અંગે, કનેકટીંગ રોડ ઉપર બમ્પ મુકવા, એમ્ફોર્સમેન્ટ વિશે તથા જનજાગૃતિ માટે કરવામાં આવતા વિવિધ કેમ્પો વિશે, પેચ વર્ક કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, નાગરિકોની સલામતીને કેન્દ્રસ્થાને રાખીને હાઈવે પરથી પસાર થતાં ભારે વાહનો પર રેડિયમ લગાવવા તેમજ હાઈવે પર બ્લેક સ્પોટની ઓળખ કરી જરૂરી રિફલેકટર તથા સાઈન બોર્ડ લગાવવા આ ઉપરાંત નાગરિકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવા, લાઈસન્સ તથા હેલ્મેટની ચકાસણી કરવા, શાળા-કોલેજોમાં વર્કશોપ કે સેમિનારના માધ્યમથી વિદ્યાર્થીઓને જાગૃત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.ડી. ધાનાણી, નિવાસી અધિક કલેકટર ભુપેષ જોટાણીયા, નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ, એઆરટીઓ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial