Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોસાયટીએ કર્યાે હતો કેસઃ ચેકની રકમનો દંડઃ
જામનગર તા. ૨૪: જામનગરની એક સોસાયટીએ સભાસદ સામે ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને આઠ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરની વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી સભાસદ અને વિભાપર ગામમાં રહેતા પરેશભાઈ કિશોરભાઈ મકવાણાએ સોસાયટી પાસેથી લોન મેળવી હતી. તે લોનની ભરપાઈ કરવા પરેશભાઈ મકવાણાએ રૂ.૮૬,૨૫૦ની રકમનો ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા સોસાયટી દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં ચેક મુજબની રકમ ભરપાઈ ન કરાતા નેગો. ઈસ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પરેશ કિશોરભાઈ મકવાણાને આઠ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એન. ધામેલીયા, જયદીપ સિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial