Advertisement
Author: નોબત સમાચાર

શ્રમયોગીઓ-કર્મચારીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવા આદેશ

સંસ્થાઓ, કારખાનાઓ અને સાઈટના

જામનગર તા. ૨૪: કારખાનાના શ્રમયોગીઓ તેમજ નોંધણી થયેલી સંસ્થા કે સાઈટના શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે.

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ને અનુલક્ષીને આગામી તા. ૭ મી મે મંગળવારના દિવસે જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કારખાના ધારા-૧૯૪૮ હેઠળ ઔદ્યોગિક એકમો કે કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એકટ ૧૯૯૬ અન્વયે નોધંણી થયેલી કે સાઈટ પર કાર્યરત શ્રમયોગીઓને મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

લોકપ્રતિનિધિત્વ ધારા ૧૯પ૧ ની કલમ ૧૩પ (બી) મુજબ કારખાના ધારા-૧૯૪૮ અન્વયે કારખાનામાં કાર્ય કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એકટ અન્વયે નોંધણી થયેલી સંસ્થાઓ કે સાઈટ પર કામ કરતા શ્રમયોગીઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને સવેતન રજા આપવાની રહેશે.

આ જોગવાઈ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ કે કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. ઉકત દિવસે રજાના કારણે જો શ્રમયોગીઓ કે કર્મચારીઓને પગાર મેળવવાનો હકક ન ધરાવતો હોય, તો તેવા સંજોગોમાં જે-તે વ્યક્તિને રજા જાહેર ના થઈ હોય અને જેટલો પગાર મળવાપાત્ર થતો હોય, તો તેટલો પગાર તેમને ચૂકવવાનો રહેશે.

જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભું થવાનું સંભવિત હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલા હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાનું સંભવિત હોય, તો તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ કે કર્મચારીઓને તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણથી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.

જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોકત જોગવાઈથી વિરૂદ્ધનું વર્તન કરશે, તો તેમના વિરૂદ્ધ આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ ડેપ્યુટી ડાયરેકટર, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ કચેરી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh