Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી'માં હાટકેશ્વર પાટોત્સવની ઉજવણી
'છોટીકાશી' જામનગરમાં વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા હવાઈ ચોક નજીક ભાનુશાળી વાડમાં આવેલી જ્ઞાતિની વાડીમાં ચૈત્ર શુક્લ ચતુર્દશીના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિન (પાટોત્સવ)ની પરંપરાગત રીતે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દાતા તરીકે ભાર્ગેશભાઈ દ્રવિણલાલ પંડ્યા તથા સ્મિતાબેન ભાર્ગેશભાઈ પંડ્યા પરિવાર દ્વારા સેવા આપવામાં આવી હતી. બે દિવસીય મહોત્સવમાં પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ઈશ્વરવિવાહ તથા અલ્પાહાર યોજાયા હતાં. પાટોત્સવના દિને જ્ઞાતિના પંડિતો દ્વારા લઘુરૂદ્રનું આયોજન થયું હતું. લઘુરૂદ્ર પછી બપોરે જ્ઞાતિજનોએ શિરામણનો તેમજ રાત્રે ૮ કલાકે મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા જ્ઞાતિ કમિટી તેમજ સેવા સમિતિના હોદ્દેદારો, સ્વયંસેવકો ઉપરાંત જ્ઞાતિજનોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial