Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક યુવાન તથા તેના માતા-પિતાને લાકડી, પાઈપથી ફટકાર્યાઃ
જામનગર તા. ૨૪: ભાણવડ તાલુકાના ફોટડી ગામના એક શખ્સને પારકી પરણેતર સાથે ફોનમાં વાત કરવાની ના પાડવા ગયેલા યુવાન તથા તેના માતા-પિતા પર આ શખ્સ તથા તેના ચાર અજાણ્યા સાગરિતે લાકડી, પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની શોધ આરંભી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ફોટડી ગામના વતની અને હાલમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામમાં રહેતા રાજેશભાઈ દેવશીભાઈ ચૌહાણ નામના યુવાન પર સોમવારની રાત્રે ફોટડી ગામના જ સંજય પરબતભાઈ ચૌહાણ તથા ચાર અજાણ્યા શખ્સે લાકડી, પાઈપથી હુમલો કર્યાે હતો.
આ વેળાએ વચ્ચે પડનાર રાજેશભાઈના માતા-પિતાને પણ માર મારવામાં આવ્યો હતો. આ બાબતની રાજેશ ભાઈએ ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની પત્ની સાથે અગાઉ સંજય ફોનમાં વાતો કરતો હતો. તેને વાત કરવાની ના પાડવા માટે સોમવારે રાત્રે રાજેશભાઈ તથા તેમના પિતા દેવશીભાઈ ફોટડીની સીમમાં સંજયની વાડીએ ગયા હતા. ત્યાં વાત કર્યા પછી પિતા-પુત્ર પોતાના ખેતરે પરત આવ્યા હતા. આ વેળાએ પાંચેય હુમલાખોર લાકડી, પાઈપ સાથે ધસી આવ્યા હતા અને માર મારી રાજેશભાઈના પિતાને ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial