Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈલેકટ્રીક મોટરો બળી જવા સહિતની સમસ્યાઓ ઘટશે
ખંભાળીયા તા. ર૪: ખંભાળીયા પાલિકા વોટર વર્કસમાં આધુનિક ટેકનોલોજીના કારણે સમસ્યાઓ ઘટી અને સુવિધાઓ વધી છે.
તાજેતરમાં ખંભાળીયા નગરપાલિકા દ્વારા પાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી, તથા તેમની ટીમ અને ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા વોટર વર્કસ ઈજનેર એન.આર. નંદાણીયાના પ્રયાસોથી પાણી પુરવઠા વોટરવર્કસ ઘી ડેમમાં આધુનિક ટેકનોલોજીની સુવિધા લાખો રૂપિયાના ખર્ચે વસાવી શરૂ કરતા લોકોની સગવડતામાં વધારો કરાયો છે.
ઓટોમેટીક ડિઝીટલ સિસ્ટમ સાથે ઓટોમેટીક ટાઈમીંગ પ્રમાણે વિશાળકાય ઈલેકટ્રીક મોટરો ચાલુ બંધ થઈ જવી, અપુરતા વોલ્ટેજ કે વધુ વોલ્ટેજમાં પાવર બંધ થઈ જવો, પાણી ખલાસ થાય કે લેવલથી ઓછું થાય તો મોટર બંધ થઈ જવી, વીજળીનો વપરાશ દેખાડવો, પાણીની શુદ્ધતાનું પ્રમાણ દેખાડવા સાથેની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા લાખો રૂપિયાના ખર્ચે શરૂ થતાં હવે ઈલેકટ્રીક મોટરો બળી જતાં લાખોનો ખર્ચ થતો, વીજ વોલ્ટેજ વધઘટ થતાં મોટરો બળી જતી તે ઓટોમેટીક સ્વીચ ઓફ થઈ જતાં પ્રશ્ન નહીં થાય.
સૌરાષ્ટ્રમાં ભાગ્યે જ કોઈ પાલિકા પાસે આવી સગવડ છે ત્યારે ખંભાળીયા પાલિકાએ વોટરવર્કસ ઘી ડેમમાં આ નવી ટેકનોલોજી લાવીને પ્રજાના પ્રશ્નો ઓછા ઉભા થાય તે દિશામાં આગળ પગલું ભર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial