Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'વિકસિત ભારત' સામે આટલી બધી નારાજગી?
નવી દિલ્હી તા. ર૪: સામ પિત્રોડાના આ નિવેદનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છત્તીસગઢમાં એક ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે, અર્બન નક્સલ, માઓ વાદીઓને કોંગ્રેસ પર કબજો કરી લીધો છે. તેમને થયું કે અમેરિકાને પણ ખુશ કરવા માટે કંઈક કહેવું જોઈએ. કોંગ્રેસ પાર્ટીના ખતરનાક ઈરાદા એક પછી એક સામે આવી રહ્યા છે. શાહી પરિવારના સલાહકારે કહ્યું કે મધ્યમ વર્ગિય લોકો છે જે મહેનત કરીને કામ કરે છે. તેની પર વધારે ટેક્સ લગાવવો જોઈએ તેવું જાહેરમાં કહ્યું હતું. પણ હવે કોંગ્રેસનું કહેવું છે કે તેઓ વિરાસત ટેક્સ લગાવશે. માતા પિતાથી મળનારી વિરાસતની સંપત્તિ પર પણ ટેક્સ લગાવશે. તમે જે પોતાની મહેનતથી સંપત્તિ બનાવો છો તે તમારા બાળકોને નહીં મળે. કોંગ્રેસનો મંત્ર છે કોંગ્રેસની લૂંટ જિંદગી કે સાથ ભી અને જિંદગી કે બાદ ભી. જ્યાં સુધી તમે જીવિત રહેશો ત્યાં સુધી ટેક્સ લેશે, જ્યારે તમે જીવિત નહીં હોવ તો વિરાસત ટેક્સનો ભાર લગાવી દેશે. એક તરફ આખી કોંગ્રેસ પાર્ટી પૈતૃક સંપત્તિ માનીને એક પરિવારને આપી દીધી પણ તેઓ નથી ઈચ્છતા તે સામાન્ય નાગરિક પોતાના બાળકને સંપત્તિ આપે.
પીએમ મોદીએ શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે, જ્યારે હું વિકસિત ભારત કહું છું ત્યારે કોંગ્રેસનું માથું ગરમ થઈ જાય છે. જો ભારત શક્તિશાળી થઈ ગયો તો કેટલીક તાકાતોનો ખેલ બગડી જશે. ભારત આત્મનિર્ભર બની ગયો તો કેટલીક તાકાતોની દુકાન બંધ થઈ જશે આથી તેઓ ભારતમાં કોંગ્રેસ અને ઈન્ડિ ગઠબંધનની નબળી સરકાર ઈચ્છે છે. કોંગ્રેસનો ઈતિહાસ સત્તાની લાલચમાં દેશને બરબાદ કરવાનો ઈરાદો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial