Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિતૃઓના મોક્ષાર્થે આવતીકાલથી
જામનગર તા. ર૪ : સમસ્ત ઠુંગા પરિવાર (સચાણા મઢ) દ્વારા પિતૃના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહા પારાયણ તા. રપ-૪ થી તા. ૧-પ સુધી સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી સાંજના ૬ વાગ્યા દરમિયાન સચાણા ગામમાં યોજવામાં આવી છે. વ્યાસપીઠ ઉપર ગોંડલના (રાણસીકીવાળા) ભાગવત આચાર્ય શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ બિરાજીને કથાનું રસપાસ કરાવશે.
તા. રપ-૪ ના સવારે ૯ વાગ્યે શ્રીમદ્ ભાગવતજી પોથીજી પધરામણી, ૯-૩૦ વાગ્યે કથા પ્રારંભ, તા. ર૬-૪ ના સાંજે ૬ વાગ્યે કપિલ ભગવાન જન્મ, તા. ર૭-૪ ના સાંજે ૬ વાગ્યે નૃસિંહ ભગવાન જન્મ, તા. ર૮-૪ ના સવારે ૧૦-૩૦ વાગ્યે શ્રી વામન ભગવાન જન્મ, ૧ર વાગ્યે શ્રી રામ ભગવાન જન્મ, સાંજે પ વાગ્યે શ્રી કૃષ્ણ જન્મ, સાંજે પ-૪૦ થી નંદ મહોત્સવ, સાંજે ૬ વાગ્યે ગીરીરાજ ઉત્સવ, તા. ૩૦-૪ ના સાંજે પ વાગ્યે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ, તા. ૧-પ ના બપોરે ર દશાંશ હોમ-બીડું હોમવાનું તથા પિતૃકાર્ય, બપોરે ૩ વાગ્યે પરિક્ષિત મોક્ષ કથા વિરામ લેશે. સર્વે પરમ ભગવદીપ ભકતો માટે પ્રસાદી-ભોજન દરરોજ સવારે ૧૦-૩૦ વાગ્યાની થશે.
લોકડાયરો તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં તા. ર૮-૪ ને રવિવારે રસ્મિતાબેન રબારી, અસ્મિતાબેન આહિર, વાલાભા ગઢવી, દિવ્યાબેન અને તા. ૩૦-૪ ને મંગળવારે હકાભા ગઢવી, ભરતસિંહ રાજપુત, નૈયાબેન પટેલ (અમદાવાદ), જયદીપભાઈ ગઢવી (સંચાલક) સહિતના કલાકારો ભજન તથા લોક સાહિત્ય રજુ કરશે. કથા દરિયાન પ.પૂ. રાજેન્દ્રદાસ બાપુ (તોરણીયા), શ્રી શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર પ.પૂ. મહ્ત શ્રી ઘનશ્યામપુર મહારાજ (થરા), પ.પૂ. બાલારામ બાપુ (બેડ દ્વારકા) સહિતના મહાનુભાવો પધારશે. તેમ નિમંત્રક ભુવાશ્રી મછાભાઈ ખોડાભાઈ (સચાણા મઢ) તથા સમસ્ત ઠુંગા પરિવાર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial