Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યજ્ઞ, મહાઆરતી, પ્રસાદી, બટુક ભોજન, શોભાયાત્રા, વિશેષ દર્શન યોજાયાઃ
ખંભાળીયા તા. ર૪: ખંભાળીયાશહેર તથા ગ્રામ્ય પંથકમાં રામભકત હનુમાનજી જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળીયામાં હનુમાન જયંતીના દિને ભાવિકો દ્વારા ભવ્ય રીતે ઉજવણી સાથે ભવ્ય દર્શનોમાં ભાવિકો ખંભાળીયા ફૂલેલીયા હનુમાનજી મંદિરે હનુમંત યાગ યોજાયો હતો. સવારના નવથી બપોરે અઢી વાગ્યા સુધી હવન ચાલ્યો હતો જેમાં મંદિરના મહંત શ્રી ભારતીબાપુ તથા ભરતદાસ બાપુ સાથે રાજ્ય મંત્રીશ્રી મૂળુભાઈ બેરા, કરણાભાઈ સીદાભાઈ વિગેરે અગ્રણીઓ જોડાયા હતા તથા સાંજે મહાપ્રસાદી, આરતી, શ્રૃંગાર યોજાયા હતાં.
ખંભાળીયામાં એસએનડીટી પાસે અગ્રણી કેતનભાઈ એન.વી. વાળા દ્વારા ભવ્ય રીતે ૧૦૦૮ હોમાત્મક હનુમાન ચાલીસા હવન યોજાયો હતો જેમાં પણ મોટી સંખ્યામાં અગ્રણીઓ તથા વિહિપના પપુભાઈ જોશી, નિતેશભાઈ ભમબાપુ વિગેરે પણ જોડાયા હતાં.
ખંભાળીયા નગર ગેઈટ પાસેના શ્રીરામ મંદિરથી હનુમાનજીની શોભાયાત્રા વિહિપ તથા બજરંગદળના ઉપક્રમે નીકળી હતી તથા નગરગેઈટ, જોધપુર ગેઈટ થઈને રોકડીયા હનુમાન પૂર્ણ થઈ હતી તેમાં સ્નેહલ નકુમ, પપુભાઈ જોશી, મનિષ જેઠવા, પ્રવિણસિંહ કંચવા, ઈશ્વર સોલંકી, મિલનભાઈ વારીયા, વિનુભાઈ બરછા, અશોક કાનાણી, હસમુખભાઈ ધોળકીયા સહિતના જોડાયા હતાં.
ખંભાળીયામાં પ૦પ ગુગળી બ્રહ્મપુરીએ વિહિપ દ્વારા બટુક ભોજન રાખવામાં આવેલું જેમાં નિતેશભાઈ બ્રહ્મબાપુ તથા જયોતિષ ચૌધરી વિગેરે જોડાયા હતાં.
ખંભાળીયામાં બાલા હનુમાન, રંગીલા હનુમાન, હઠીલા હનુમાન, મોજીલા હનુમાન તથા શરણેશ્વર, રામમંદિર,, રામનાથ, પાળેશ્વર સહિતના મંદિરોમાં હનુમાનજી મંદિરે રામધૂન, હનુમન ચાલીસા, પૂજા હવન, બટુક ભોજન જેવા કાર્યક્રમોમાં ભકતો ઉમટ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial