Advertisement
Author: નોબત સમાચાર

સામ પિત્રોડાએ વિરાસત ટેક્સનો મુદ્દો ઉઠાવતા ભાજપે કોંગ્રેસને ઘેરીઃ વિવાદ

અમેરિકામાં મૃત્યુ પછી વ્યક્તિની પપ ટકા મિલકતની માલિક સરકાર બની જાય છેઃ

નવી દિલ્હી તા. ર૪: સામ પિત્રોડાએ વારસાઈ ટેક્સને લઈને કરેલા નિવેદન પછી નવો વિવાદ શરૂ થયો છે, અને આ મુદ્દે ભાજપે કોંગ્રેસને ઘેરીને આલોચના કરી દીધી છે.

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ વારસાગત-ઈન્હેરિટન્સ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેના પર હવે વિવાદ ઊભો થયો છે. તેમના નિવેદન પર ભાજપ આક્રમક બની ગયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ હાલમાં જ એક નિવેદનમાં કહ્યું હતું કે જો ચૂંટણી પછી તેમની સરકાર સત્તામાં આવશે તો સર્વે કરવામાં આવશે અને કોની પાસે કેટલી સંપત્તિ છે તે જાણવા મળશે, જ્યારે સામ પિત્રોડાને તેમના નિવેદન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે અમેરિકામાં લાદવામાં આવેલા વારસાગત ટેક્સનો ઉલ્લેખ કર્યો હતો.

પિત્રોડાએ કહ્યું કે, અમેરિકામાં વારસાગત ટેક્સ છે. યુએસ સરકાર પપ ટકા લે છે. મિલકત જનતા માટે છોડી દેવી જોઈએ. સામ પિત્રોડાએ કહ્યું કે અમેરિકામાં વારસાગત ટેક્સ છે. જો કોઈ વ્યક્તિ પાસે ૧૦૦ મિલિયન ડોલરની સંપત્તિ છે. તેમના મૃત્યુ પછી ૪પ ટકા મિલકત તેમના બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે છે, જ્યારે પપ ટકા મિલકત સરકારની માલિકી બની જાય છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ રસપ્રદ કાયદો છે.આ હેઠળ એવી જોગવાઈ છે કે તમે તમારા જીવનમાં ઘણી સંપત્તિ બનાવી છે અને તમારા મૃત્યુ પછી તમારે તમારી સંપત્તિ લોકો માટે છોડી દેવી જોઈએ. આખી મિલકત નહીં પણ અડધી. જે મને યોગ્ય લાગે છે, પરંતુ ભારતમાં એવો કોઈ કાયદો નથી. જો અહીં કોઈની પાસે ૧૦ અબજ રૂપિયાની સંપત્તિ છે, તેના મૃત્યુ પછી તેના બાળકોને તેની બધી મિલકત મળી જાય છે, જનતા માટે કંઈ જ બચ્યું નથી. મને લાગે છે કે લોકોએ આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ અને ખબર નથી કે આ ચર્ચાનું પરિણામ શું આવશે. અમે નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરી રહ્યા છીએ, જે માત્ર અમીરોના હિતમાં નહીં, પણ લોકોના હિતમાં હોવા જોઈઅને.

સામ પિત્રોડાએ કહ્યું કે રાહુલ ગાંધી કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં અમીરોની સંપત્તિની વહેંચણીનો કોઈ ઉલ્લેખ નથી. તેના બદલે એવું કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી એવી નીતિ બનાવશે જેનાથી સંપત્તિનું સમાન વિતરણ થશે. ઉદાહરણ તરીકે ભારતમાં કોઈ લઘુતમ વેતન નથી. આજે શું થઈ રહ્યું છે કે શ્રીમંત લોકો પટાવાળાઓને પૂરતો પગાર આપતા નથી અથવા તેમના ઘરની મદદ કરતા નથી, પરંતુ તેઓ તે પૈસા દુબઈ અથવા લંડનમાં ખર્ચે છે, જ્યારે તમે સંપત્તિની વહેંચણીની વાત કરો છો, ત્યારે અવું નથી કે તમે બેસીને કહો છો કે મારી પાસે આટલા પૈસા છે અને હું તેને બધામાં વહેંચી દઈશ. આ પ્રકારની વિચારસરણી નકામી છે.

ભાજપના પ્રવક્તા અમિત માલવિયાએ કહ્યું કે કોંગ્રેસે દેશને બરબાદ કરવાનો નિર્ણય કર્યો છે. હવે, સેમ પિત્રોડા પ૦ ટકા વારસા ટેક્સની હિમાયત ધરી રહ્યા છે. મતલબ કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો લોકોએ મહેનત કરીને કમાયેલી પચાસ ટકા સંપત્તિ છીનવી લેવામાં આવશે. આ સિવાય આપણે જે પણ ટેક્સ ચૂકવીએ છીએ તેમાં પણ વધારો થશે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પણ સામ પિત્રોડાના નિવેદન પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે, પરિવારના સલાહકાર સાચું બોલી રહ્યા છે. તેમનો ઈરાદો તમારી મહેનતના પૈસાને વ્યવસ્થિત રીતે લૂંટવાનો છે.

વિરાસત ટેક્સ અંગે સામ પિત્રોડાના નિવેદન પછી કોંગ્રેસ નેતા જયરામ રમેશે સ્પષ્ટતા કરતા કહ્યું કે લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાના અંગત વિચારોની ચર્ચા કરવાની અને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે, પરંતુ આનો અર્થ એ નથી કે પિત્રોડાના વિચારો હંમેશાં કોંગ્રેસના વિચારો સાથે મેળ ખાય છે. ઘણી વખત આવું થતું નથી. તેમની ટિપ્પણીઓને લઈને સનસનાટી મચી રહી છે. પીએમ મોદીના નિવેદન પરથી ધ્યાન હટાવવા માટે પિત્રોડાના નિવેદનને જાણી જોઈને ખોટા સંદર્ભમાં રજૂ કરવામાં આવી રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh