Advertisement
Author: નોબત સમાચાર

ત્રણ મહિના પહેલાં યુવાન પર કરાયેલા જીવલેણ હુમલા કેસમાં જામીન નામંજૂર

કરચલા પકડવા બાબતે થયો હતો હુમલોઃ

જામનગર તા. ૨૪: જામનગરના બેડી બંદર પર કરચલા પકડવા બાબતે એક યુવાન પર ત્રણ મહિના પહેલાં પ્રાણઘાતક હુમલો કરાયો હતો. તેના આરોપીઓએ ચાર્જશીટ રજૂ થયા પછી જામીનમુક્ત થવા કરેલી અરજી નકારાઈ છે.

જામનગરના બેડી બંદર રોડ પર રંગ મીલ નજીકથી ગઈ તા.૯ જાન્યુઆરીના દિને પસાર થતાં યુવાન પર છરી સહિતના હથિયારોથી શબ્બીર કાસમ છરેચા, અનવર હાજી છરેચા સહિતના છ શખ્સે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડ્યાની અબુભાઈ આમદભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

ધરપકડ પામેલા તમામ આરોપી સામેનું ચાર્જશીટ અદાલતમાં રજૂ થયું હતું. તે પછી આરોપીઓએ જામીન મુક્ત થવા અરજી કરી હતી. તેની સામે સરકારી વકીલ દીપક ત્રિવેદી તથા મૂળ ફરિયાદીના વકીલ હિતેશ સોનગરા, ચિરાગ સોનગરાએ કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીઓની અરજી નકારી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh