Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈટ્રાના નિયામકઃ ડબલ્યુએસઓના સહયોગી કેન્દ્રના હેડ
જામનગર તા. ર૪: વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટી અંતર્ગત પ્રો. વૈદ્ય અનુપ ઠાકરની એકેડેમિક કાઉન્સિલમાં સભ્ય તરીકે નિમણૂક થતાં આયુર્વેદ જગતમાં આનંદની લાગણી ફેલાઈ છે.
આયુર્વેદ શિક્ષક અને અનુસંધાન સંસ્થાનના નિયામક પ્રો. વૈદ્ય અનુપ ઠાકરની વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટી મહત્ત્વની એકેડેમિક કાઉન્સિલપમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કાઉન્સિલમાં સમગ્ર દેશમાંથી માત્ર આઠ સભ્યોને જ પસંદ કરવામાં આવે છે ત્યારે પ્રો. અનુપ ઠક્કરની પસંદગી તેઓને વ્યક્તિગત યોગ્યતા, કુશળતા, અનુભવ શિક્ષણિક અનુભવ અને તેમના કાર્યોને આધારે કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય જ નહીં, પરંતુ સમગ્ર દેશમાંથી આયુર્વેદ ક્ષેત્રના નિષ્ણાત તરીકે તેઓ પસંદગી પામ્યા છે તે ગર્વની વાત છે.
આઈ.ટી.આર.એ. એ દેશનું સૌપ્રથમ અને એક માત્ર રાષ્ટ્રીય મહત્ત્નો દરજ્જો ધરાવતું સંસ્થાન છે ત્યારે તેના ડાયરેક્ટર તરીકે તેઓની આ પસંદી એ સંસ્થાની યશકલગીમાં એક વધુ પીયું ઉમેર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મૂળ ગાંધીનગરના વતની પ્રોફેસર વૈદ્ય અનુપ ઠાકર આયુર્વેદમાં એમ.ડી., પી.એચડીનો અભ્યાસ કર્યો છે અને ત્રીસ વર્ષનો બહોળો શૈક્ષણિક અનુભવ ધરાવે છે. તેમના માર્ગદર્શનમાં સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓએ સંશોધન પદવી પ્રાપ્ત કરી ચૂક્યા છે. ૧રપ થી વધુ વખત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સેમિનાર-વર્કશોપમાં તજજ્ઞ વક્તવ્ય આપ્યું છે. નોંધનીય પુસ્તકો તેના ખંડો અને ૧૦૦ થી વધુ સંશોધન પત્રો પ્રસિદ્ધ કરી ચૂક્યા છે. અત્યાર સુધીમાં વિવિધ ફેલોસિપ અને એવોર્ડ હાંસલ કર્યા છે.
વૈદ્ય અનુપ ઠાકર ઈટ્રાના નિયામક ઉપરાંત ડબલ્યુ.એચ.ઓ.ના આયુર્વેદના સહયોગી કેન્દ્રના હેડ તરીકે પણ જવાબદારી નિભાવે છે. વધુમાં તેઓ દેશની નામાંકીત સંસ્થાઓ-યુનિવર્સિટીઓમાં પણ સભ્ય તરીકે કાર્યરત છે. તેઓના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં પંદર જેટલા મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ પર કાર્ય સંપન્ન થઈ ચૂક્યું છે. તેઓની બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલમાં સભ્ય તરીકે નિમણૂક થતાં સમગ્ર આયુર્વેદ જગતમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial