Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેંકડી-પથારા-દુકાનદારોના ફૂટપાથ અને માર્ગ પરના દબાણો હટાવવા ઉપરાંત 'કાંઈક જબરૂ' કરવાની તૈયારી?
જામનગર શહેરના બર્ધનચોક વિસ્તારમાં ધંધાર્થી રેંકડીવાળા, ફેરિયા જાહેર રોડ ઉપર દબાણ કરીને ટ્રાફિક સમસ્યા સર્જતા હોવાથી આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે તંત્રએ તૈયારી કરી છે, જેના ભાગરૂપે ગઈકાલે મ્યુનિ. કમિશનર અને એસ.પી.એ વિશાળ કાફલા સાથે સ્થળ વિઝીટ કરી હતી. ઉપરાંત બચુનગર, નદીના પટના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે એ વિસ્તારની પણ મુલાકાત કરવામાં આવી હતી. જામનગરમાં બર્ધનચોક, માંડવી ટાવર, દરબારગઢ વિસ્તારમાં રેંકડી, પથારાવાળા, ફેરિયા, ધંધાર્થીઓ દ્વારા જાહેર રસ્તા ઉપર ધંધો કરવામાં આવતો હોવાથી કાયમી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. તંત્ર દ્વારા સમયાંતરે દબાણ હટાવ ઝુંબેશ કરવામાં આવે છે, પરંતુ થોડા જ સમયમાં ધંધાર્થીઓ, દબાણ ફરી વખત ત્યાં જ ગોઠવાઈ જાય છે.
આથી ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગઈકાલે મંગળવારે સાંજે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, એસ.પી. પ્રેમસુખ ડેલુએ બર્ધનચોક વિસ્તારની સ્થળ મુલાકાત કરી સર્વે કર્યું હતું. જ્યાં એવો નિર્યણ લેવાયો હતો કે બર્ધનચોકમાં જ હંગામી ચોકી ઊભી કરવામાં આવશે અને ત્યાં પોલીસ અને મહાનગરપાલિકાના જવાબદાર કર્મચારી ફરજમાં તૈનાત રહેશે અને કોઈપણ ધંધાર્થીને ત્યાં ઊભવા-બેસવા દેવામાં આવશે નહીં. ઉપરાંત અન્ય પણ કોઈ જબરૂ આયોજન થઈ શકે છે. તેની તૈયારીઓ ચાલી રહી છે. ઉપંત શાક માર્કેટથી દરબારગઢ પોલીસ ચોકી સુધી રોડમાં ડીવાઈડરની સુવિધા કરવામાં આવનાર છે.
દરબારગઢવાળી સંપૂર્ણ ઈમારતમાં કવર્ડ ફૂટપાથની સુવિધા છે, પરંતુ દુકાનદારો દ્વારા ત્યાં પણ દબાણ કરવામાં આવે છે. અમુક દુકાનદારો પોતાનો માલ સામાન ફૂટપાથ ઉપર ગોઠવી દેતા હોવાથી રાહદારીઓને ફૂટપાથનો લાભ મળતો નથી. આવા દબાણો પણ દૂર કરવામાં આવશે. ગઈકાલે પણ અધિકારીઓની મુલાકાત સમયે સમગ્ર બર્ધનચોકથી માંડવી ટાવરનો વિસ્તાર ખાલી કરાવાયો હતો.
આ ઉપરાંત કમિશનર અને એસ.પી.એ નદીના પટની પણ મુલાકાત કરી હતી, ત્યાં અને બચુનગર વિસ્તારમાં અઢળક ગેરકાયદે કાચા-પાકા મકાનોના દબાણ થયા છે. તેનું પણ ડિમોલીશન કરવામાં આવશે.
ગઈકાલથી આ બન્ને અધિકારીઓની મુલાકાત સમયે મહાનગરપાલિકાના નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, કંટ્રોલીંગ ઓફિસર મુકેશ વરણવા, એસ્ટેટ વિભાગના અધિકારી એન.આર. દિક્ષિત અને સુનિલ ભાનુશાળી ઉપરાંત પોલીસ વિભાગના ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલા, પી.આઈ. એન.એ. ચાવડા સહિત મહાનગરપાલિકા અને પોલીસનો વિશાળ સ્ટાફ જોડાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial