Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડીટીસીમાં અપગ્રેડ કોમ્પ્યુટરરાઈઝડ રેડિયોગ્રાફી ફેસેલિટી પણ ખૂલ્લી મૂકાઈઃ
જામનગર તા. રરઃ નયારા એનર્જીએ મોબાઈલ હેલ્થ સર્વિસીઝનું ઉદ્ઘાટન કર્યુ અને અપગ્રેટેડ રેડિયોગ્રાફી ફેસિલિટીને ખૂલ્લી મૂકી હતી. કંપનીએ જામનગરમાં કમ્યુનિટી હેલ્થકેર અને ટીબી નાબૂદીમાં પ્રગતિ સાધી છે.
નયારા એનર્જીએ તેની મોબાઇલ હેલ્થ સર્વિસ લોન્ચ કરીને કમ્યૂનિટી હેલ્થકેરને મજબૂત બનાવવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સર્વિસનું નયારા એનર્જીના ચેરમેન પ્રસાદ પાનિકર, અમર કુમાર (હેડ, રિફાઇનરી) તથા રિફાઇનરી લીડરશિપ ટીમ (આરએલટી)ના સભ્યો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહેલ અંતરિયાળ અને સુવિધાઓથી વંચિત સમુદાયોને જરૂરી એવી પ્રાથમિક હેલ્થકેર સેવાઓ પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવી છે જે હેલ્થકેરના મહત્વના અંતરને પૂરે છે અને ગ્રામીણ લોકો માટે મેડિકલ સુવિધાઓની સમાન પહોંચ સુનિશ્ચિત કરે છે.
મોબાઇલ હેલ્થ સર્વિસ નયારા એનર્જીના ઓપરેશનલ એરિયામાં અને તેની ફરતે ૫૦,૦૦૦થી વધુ લોકો સુધી પહોંચે તેવી સંભાવના છે જે નિવારાત્મક સંભાળ, આરોગ્યની જાગૃતતા તથા બીમારીના વહેલા નિદાનને મહત્વનો ટેકો પૂરો પાડશે.
આ ઉપરાંત, જામનગરમાં ડિસ્ટ્રીક્ટ ટ્યૂબરક્યુલોસિસ સેન્ટર (ડીટીસી) માં અપગ્રેડ કરવામાં આવેલી કમ્પ્યૂટરાઇઝ્ડ રેડિયોગ્રાફી ફેસિલિટી પણ ખુલ્લી મૂકવામાં આવી હતી જે નિદાનની ક્ષમતાઓને નોંધપાત્ર વધારે છે. આ કાર્યક્રમમાં ટીબી ફિલ્ડ સ્ટાફ માટે પેશન્ટ મોનિટરિંગ અને ડેટા મેનેજમેન્ટને સરળ બનાવવા માટે એક ટ્રુનેટ મશીન, ચાર એલએક્સ ૪૦૦ એલઈડી માઇક્રોસ્કોપ અને ૨૭ એન્ડ્રોઇડ ટેબ્લેટ્સ સહિત આધુનિક ડાયગ્નોસ્ટિક ટૂલ્સ પણ સુપરત કરવામાં આવ્યા હતા.
ટીબીને નાથવા માટે નયારા એનર્જીના પ્રયાસોની પ્રસંશા કરતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ બાબતોના પ્રધાન ઋષિકેશ પટેલે ૭ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ પ્રશસ્તિપત્ર એનાયત કર્યું હતું. આ સન્માન ૭,૦૦૦થી વધુ ટીબી દર્દીઓને ૧૨,૦૦૦ થી વધુ ન્યૂટ્રિશન કિટ્સના વિતરણને દર્શાવે છે જેના પગલે જામનગરમાં ટીબીના કેસોમાં નોંધપાત્ર ૪૦ ટકાનો ઘટાડો થયો છે.
ટીબી હસ્તક્ષેપ ઉપરાંત નયારા એનર્જી વ્યાપક હેલ્થકેર જરૂરિયાતો પૂરી પાડવા માટે જામનગરમાં ગુરુ ગોવિંદ સિંહ ગવર્મેન્ટ હોસ્પિટલ અને ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાયાકલ્પને પણ ટેકો આપે છે. આરોગ્ય અને પોષણ પ્રત્યે તેના સર્વાંગી અભિગમના ભાગરૂપે નયારા એનર્જીએ દેવભૂમિ દ્વારકામાં આઈસીડીએસ સ્ટાફ માટે ટ્રેનિંગ પ્રોગ્રામનો પણ અમલ કર્યો છે.
આ પ્રોગ્રામનો ઉદ્દેશ આંગણવાડી કાર્યકરો અને સુપરવાઇઝર્સની ક્ષમતા વધારવાનો, કુપોષણને વધુ સારી રીતે નાથવા માટે તેમને સજ્જ કરવાનો અને સામુદાયિક જોડાણને મજબૂત બનાવવાનો છે. આ પહેલની સફળતાના પગલે નયારા એનર્જી હેલ્થકેરના વિકાસમાં અર્થપૂર્ણ રીતે યોગદાન આપવાનું ચાલુ રાખે છે અને ૨૦૨૫ માં મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં તેના અસરકારક મોડલનું અનુસરણ કરવાની યોજના ધરાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial