Advertisement
Author: નોબત સમાચાર

પીએમશ્રી ભાણવડ કન્યા પ્રાયમરી સ્કૂલ તથા સરકારી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ

શાળા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાનું કેન્દ્રઃ મંત્રી મૂળુભાઈ બેરા

ખંભાળિયા તા. ૨૨:  રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મૂળુભાઈ બેરાએ રૂ.૨.૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ પીએમશ્રી ભાણવડ કન્યા પ્રાયમરી સ્કૂલ અને સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરી શાળાના ભવનનું નિર્માણ થવા બદલ ભાણવડના રહેવાસીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને અને તેમની શ્રેષ્ઠ કારકિર્દીનું નિર્માણ થાય તે હેતુથી સરકાર દ્વારા નમો સરસ્વતી યોજના, નમો લક્ષ્મી યોજના જેવી અનેક શૈક્ષણિક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. કલામહાકુંભના આયોજનો થકી અનેક વિદ્યાર્થીઓમાં રહેલી કળાઓને નવી ઓળખ મળી છે. ભાણવડ કન્યાશાળામાં ભૌતિક સુવિધાઓમાં વધારો થતા શિક્ષકોને પણ કામગીરી કરવામાં સરળતા રહેશે.

દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓ પૈકીની શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ સ્કૂલમાં ભાણવડ કન્યાશાળાનો સમાવેશ થાય છે. શિક્ષકો દેશની કરોડરજ્જુ સમાન છે. કોઈપણ વ્યક્તિની સર્વશ્રેષ્ઠ સંપત્તિ જ્ઞાન છે. અને શાળા વિદ્યાર્થિનીઓની સર્જનાત્મકતાનું કેન્દ્ર છે. આ શાળામાં આર્થિક સહયોગ આપવા બદલ મંત્રીએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ વિદ્યાર્થિનીઓને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

શાળાની વિશેષતાઓની વાત કરવામાં આવે તો ૨.૫ કરોડના ખર્ચે નિર્મિત બે માળના બિલ્ડિંગમાં ૧૬ રૂમ જે પૈકી ૧૧ રૂમમાં સ્માર્ટબોર્ડ, ૩૦ કોમ્પ્યુટર સાથેની કોમ્યુટર લેબ, આર.ઓ.પ્લાન્ટ, દરેક ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા,  સંગીતના સાધનો સહિતની સુવિધાઓ છે.

કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપપ્રાગટયથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા વિવિધ કૃતિઓના માધ્યમથી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શંકરસિંહ બારીયાને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનું સમ્માન મળવા બદલ મંત્રીએ પણ તેઓને સન્માનિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું તેમજ પ્રાંત અધિકારી કરમટા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નંદાણીયા, બીઆરસી કોર્ડિનેટર, એસએમસીના અધ્યક્ષો, અગ્રણીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh