Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરની બે પ્રાથમિક શાળાને રૂ. ૬૯ લાખના ખર્ચથી સ્માર્ટ સ્કૂલ બનાવાશેઃ
જામનગર મહાનગર-૫ાલિકાની સ્થાયી સમિતિની આજે મળેલી બેઠકમાં વિવિધ વિકાસકાર્યો માટે કુલ રૂ. ૩.૪૨ કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જેમાં, શહેરની બે શાળાને રૂ. ૬૯.૨૦ લાખના ખર્ચે સ્માર્ટ શાળા તરીકે ડેવલપ કરવાનો પણ સમાવેશ થાય છે.
જામનગર મહાનગર-પાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને જેમાં આઠ સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડીએન મોદી, ના. કમિશનર ડી. એન. ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની, ઈ.ચા. આસિ. કમિશનર (ટે.) જિજ્ઞેશ નિર્મળ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર શહેરની દેવરાજ દેપાળ પ્રા. શાળા અને સોનલ નગર પ્રા. શાળાને સ્માર્ટ સ્કૂલ તરીકે ડેવલપ કરવા માટે રૂ.૬૯.૨૦ લાખનો ખર્ચ તથા થીમ આધારિત મ્યુઝિકલ પ્રોગ્રામના કાર્યક્રમ માટે રૂ. ૧૪.૯૯ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. ગૌરવ પથ (ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધી) તથા સુભાષ બ્રીજ થી ગુલાબનગર એન્ટ્રી ગેટ રોડ સેન્ટ્રલ લાઈટિંગના સ્ટ્રેન્ધનિંગના કામ માટે રૂ. ૩૩.૭૦ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. જામનગર શહેરમાં સોમવારથી રવિવાર સુધી અલગ-અલગ વિસ્તારમાં ભરાતી ગુજરી બજારને રંગમતી નદીના પટ વાળી જગ્યા શિફ્ટ કરવા અંગેની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.
વોર્ડ નં. ૧૦ ના કૈલાસ પાર્ક, રિલાયન્સ પેટ્રોલપંપ પાછળ, ડિવાઈન હોસ્પિટલ પાસે, સી.સી. રોડ, તેમજ રાજપાર્ક કોમ્યુ. હોલ પાસે સી.સી. બ્લોકના કામ અંગે રૂ. ૧૮.૬૮ લાખ તથા વોર્ડ નં. ૧૦ માં નાગેશ્વર ઉદાસીન બાપુ આશ્રમ પાસે, સી.સી. બ્લોકના કામ માટે રૂ. ૮.૬૪ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે.
આ ઉપરાંત વોર્ડ નં. ૨-૩-૪ માં ગાર્ડન વર્કસના કામ માટે રૂ. ૩ લાખનો ખર્ચ માન્ય રખાયો હતો. વોર્ડ નં. ૧૫ના સેટેલાઈટ પાર્કમાં પટેલ સમાજથી શિવાલય - ૧ સુધી સી.સી. રોડ - શેરી નં. ૫ માં, રાજ પાનની બાજુમાં, અને સામેની શેરીમાં સી.સી. રોડ, શેરી નં.૧/૫/બી પટેલ સમાજની પાછળની શેરીમાં સી.સી. રોડ, શેરી નં. સી/૪/બી શિવાજી આર.ઓ. દુકાનની બાજુમાં શેરીમાં સી.સી. રોડ, સી/૫/બી શ્રીજી રજવાડી આઈસ્ક્રીમની બાજુની શેરીમાં સી.સી. રોડ, શેરી નં. સી./૬/ડી, રાજ કોલ્ડ્રીંક્સ દુકાનની બાજુમાં સી.સી. રોડ, શેરી નં. ૭/સી/ડી શ્રી રામ પ્રો.સ્ટોરની બાજુની શેરીમાં, સીસી રોડ માટે કુલ રૂા ૩૫ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે.જામનગર ફેસ-૩ પાસે કનસુમરા ગામમાં ઈન્ડ. ઝોનમાં જૂના સર્વે નં. ૮૩ થી ૮૮ નંબરમાંથી પસાર થતાં ૨૭ મીટર પહોળો સી.સી. રોડ બનાવવા માટે રૂ. ૫૨.૩૫ લાખ તેમજ સાંસદ પૂનમબેન માડમના સૂચનોએ અને સૈદ્ધાંતિક મંજૂર થયા અનુસાર વોર્ડ નં. ૧માં, બેડેશ્વર વિસ્તારમાં ગિરીરાજ ઓઈલ મીલ પાસે રૂ. ૪૧.૬૬ લાખના ખર્ચે સી.સી. રોડના કામને મંજૂરી આપવામાં આવી હતી.
વોર્ડ નં. ૫, ૯, ૧૩, ૧૪ માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશનના કામ માટે રૂ. ૧ લાખનો ખર્ચ તથા વોર્ડ નં. ૧૦ ના શ્રી કાશી વિશ્વનાથ મંદિરની જગ્યામાં ડોમ બનાવવા માટે રૂ. ૧૫ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આમ, આજની આ બેઠકમાં વિવિધ વિકાસ કામો માટે કુલ રૂ. ૩.૪૨ કરોડના ખર્ચની દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial