Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફળ-શાકભાજી વેંચવા જતા હતાં અને કાળનો પંજો પડ્યોઃ
બેંગ્લુરૂ તા. રરઃ કર્ણાટકમાં મોટી કરૂણાંતિકા સર્જાઈ હતી. ફળ-શાકભાજી વેંચવા જતા ૩૦ લોકો સાથે ટ્રક પલટી જતા ૧૦ ના મોત થયા હતાં જ્યારે ૧પ જેટલા લોકો ઘાયલ થયા હતાં.
કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં બુધવારે એક ટ્રકનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં લગભગ ૧૦ લોકો મૃત્યુ પામી ગયા, જ્યારે અન્ય ૧પ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ દુર્ઘટના અરેબૈલ અને ગુલ્લાપુરા વચ્ચે નેશનલ હાઈ-વે નંબર ૬૩ પર યેલ્લાપુર નજીક સર્જાઈ હતી.
પોલીસ અધિક્ષક નારાયણ એમ.એ જણાવ્યું કે પીડિત લોકો શાકભાજી વેંચવા માટે સાવનુરથી કુમટા બજાર જઈ રહ્યા હતાં. ટ્રકમાં ફળ-શાકભાજીનો જથ્થો હતો અને તેમાં ૩૦ થી વધુ મુસાફરી કરી રહ્યા. જો કે આ ખટારાને અકસ્માત નડતા ચીસાચીસ મચી ગઈ હતી. આ અકસ્માત સવારે પ-૩૦ વાગ્યે સર્જાયો હતો.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ અકસ્માત ટ્રકચાલક દ્વારા બીજા વાહનને રસ્તો આપવાનો પ્રયાસ કરતી વખતે સર્જાયો હતો. ટ્રકમાં વજન વધુ હોવાને કારણે તે એકબાજુ નમી ગયો હતો અને પ૦ મીટર નીચે એક ખીણમાં ખાબકી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો ત્વરિત ઘટના સ્થળે પહોંચ્યા હતાં. શરૂઆતમાં ૮ લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, પરંતુ પછીથી મૃત્યુઆંક વધીને ૧૦ પર પહોંચી ગયો હતો. ઘાયલોની હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial