Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેપારીઓ-બેન્કો કન્ફયુઝડ... પણ હવે શું ?
આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીની યાદગીરી રૂપે ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રિન્ટ કરેલા રૂપિયા ૧,૨,૫,૧૦,૨૦ ના દરના ધાતુના સિકકા ચલણમાં મુકવામાં આવ્યા હતા.
કાગળની ચલણી નોટ જલદી ફાટી જવાથી, રદી થઈ જવાથી આવી નોટના આયુષ્યના પ્રમાણમાં ધાતુના સિકકાનું આયુષ્ય વધારે હોવાથી લોકો તેને સ્વીકારે પણ છે.
પરંતુ ૭૫મા આઝાદી કા અમૃત મહોત્સવની યાદગીરી રૂપે રૂપિયા વીસના સિકકા બહાર પાડવામાં આવ્યા છે તે દેખાવમાં અને આકારમાં રૂપિયા દસના સિકકા જેવો હોવાથી ગ્રાહક અને વેપારી વચ્ચે રકઝક થતી હોવાનું રિટેલ વેપારી મહામંડળ- જામનગરના પ્રમુખ શશિકાન્ત મશરૂ જણાવે છે.
કોઈ ગ્રાહક વેપારી પાસેથી રૂપિયા ૪૮૦ નો માલ ખરીદી રૂપિયા ૫૦૦ની નોટ આપે ત્યારે વેપારી બાકીના રૂપિયા વીસનો સિકકો આપે ત્યારે ગ્રાહક તેને દસનો સિકકો સમજે છે! પરિણામે ગ્રાહકને સંતોષકારક જવાબ આપવામાં સમય વેડફવો પડે છે.
સરકારનો હેતુ સારો હોવા છતાં દસ-વીસ રૂપિયાવાળા સિકકા દેખાવમાં અને આકારમાં સરખા હોવાથી ગ્રાહકો અને વેપારી બંને કન્ફયુઝ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial