Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રમ્પ કાંઈ રાજા નથીઃ બંધારણનું ઉલ્લંઘન થયુ છેઃ વિપક્ષ
વોશીંગટન તા. ૨૨: અમેરિકામાં જન્મ આધારિત- નાગરિકત્વ આપવાનો કાયદો રદ કરવાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયને અદાલતમાં પડકારાયો છે. અને વિપક્ષ દ્વારા ટીકા પણ થઈ રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ૪૭મા પ્રમુખ તરીકે શપથ લીધા પછી એક સાથે ૮૦થી વધુ એક્ઝિક્યુટિવ્સ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને તરખાટ મચાવી દીધો છે. ચાર વર્ષ પછી વ્હાઈટ હાઉસમાં પાછા ફરેલા પ્રમુખ ટ્રમ્પે સોમવારે પહેલા દિવસથી જ કામ શરૂૂ કરી દેતાં અમેરિકાની સાથે સમગ્ર વિશ્વ પર અસર કરતા આદેશો આપવાનું શરૂૂ કરી દીધું હતું. ત્યારે હવે ટ્રમ્પના આદેશ હેઠળ અમેરિકામાં જન્મના આધાર પર નાગરિકત્વનો બંધારણીય કાયદો રદ કરી દેવામાં આવ્યો છે, જેનો દેશભરમાં વિરોધ પણ થઈ રહૃાો છે.
આ આદેશને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીના પ્રભુત્વ વાળા ૨૨ રાજ્યો અને અનેક સિવિલ રાઈટ ગ્રુપે ટ્રમ્પના આ એક્ઝિક્યુટિવ ઓર્ડરને કોર્ટમાં પડકાર્યો છે. આ મામલે હવે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ડેમોક્રેટિક પ્રભુત્વ ધરાવતા રાજ્યોની સાથે-સાથે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા અને સાન ફ્રાન્સિસ્કોએ મંગળવારે બોસ્ટનની સંઘીય કોર્ટમાં પ્રથમ કેસ નોંધાવ્યો છે.
એવું કહેવામાં આવ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકાના બંધારણનું ઉલ્લંઘન છે. આ કેસ બાદ અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન અને ઈમિગ્રન્ટ્સ ઓર્ગેનાઇઝેશને પણ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ન્યુ જર્સીના ડેમોક્રેટિક એટર્ની જનરલ મેથ્યુ પ્લેટકિને કહૃાું કે, અમે ટ્રમ્પના આદેશ પર રોક લગાવવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પ્રમુખ પાસે વ્યાપક સત્તાઓ છે, પરંતુ તેઓ કોઈ રાજા નથી. ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં જવાથી ટ્રમ્પ વહીવટીતંત્રને સ્પષ્ટ સંદેશ મળી ગયો છે કે, અમે અમારા લોકો અને તેમના મૂળભૂત બંધારણીય અધિકારો માટે તેમની પડખે ઉભા રહીશું.
અમેરિકાના બંધારણમાં થયેલા ૧૪મા સુધારા હેઠળ જન્મના આધાર પર નાગરિકતા આપવાની જોગવાઈ છે. આનો અર્થ એ થયો કે, અમેરિકામાં જન્મેલું દરેક બાળક આપોઆપ અમેરિકન નાગરિક બની જાય છે, પછી ભલે તેના માતા-પિતાની નાગરિકતા ગમે તે હોય.
આ બંધારણીય સુધારો ૧૮૬૮માં અમેરિકામાં દરેકને સમાન અધિકાર આપવાના ઉદ્દેશ્યથી લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારથી રાજકીય પક્ષો દ્વારા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ અને ઘૂસણખોરીનો મુદ્દો સતત ઉઠાવવામાં આવી રહૃાો છે. ખાસ કરીને ટ્રમ્પ તેની વિરુદ્ધ હતા અને શપથ લેતાની સાથે જ તેમણે કાયદામાં ફેરફાર સામે ઠરાવ પસાર કરી દીધો છે.
ટ્રમ્પનો આ આદેશ અમેરિકાના કાયદાની વિરૂદ્ધ છે જે ત્યાં જન્મેલા દરેક બાળકને નાગરિકતા આપે છે. પરંતુ નવા આદેશ પ્રમાણે જન્મ સાથે જ કોઈ બાળકને અમેરિકાની નાગરિકતા જોઈએ તો તેમના માતા અથવા પિતામાંથી કોઈ એકનું અમેરિકન નાગરિક હોવું ફરજિયાત રહેશે. આ સાથે જ તેમાંથી એક પાસે ગ્રીન કાર્ડ હોવું આવશ્યક છે અથવા તેમાંથી કોઈ એક યુએસ આર્મીમાં હોવું જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial