Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્રિય બજેટમાં દસ લાખ સુધીની આવકને આવકવેરામાંથી મુક્તિઃ બન્ને વિકલ્પો ચર્ચામાં

રપ ટકા ટેક્સનો નવો સ્લેબ ઉમેરાઈ શકેઃ

નવી દિલ્હી તા. રરઃ કેન્દ્રિય બજેટમાં ૧૦ લાખ સુધીની આવક કરમુક્ત થશે, રપ ટકાનો નવો સ્લેબ આવશે કે બન્ને વિકલ્પો અમલી બનશે, તે અંગેની અટકળો સાથે બજેટની સંભાવનાઓ ચર્ચાઈ રહી છે.

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ ર૦રપ-ર૬ માં આવકવેરા સ્લેબમાં ફેરફાર કરી શકે છે. આ ફેરફારોથી વાર્ષિક ર૦ લાખ રૂપિયા સુધીની કમાણી કરતા પગારદાર કરદાતાઓને મોટી રાહત મળે તેવી શક્યતા છે. સરકાર હાલમાં બે વિકલ્પો પર વિચાર કરી રહી છે.

પ્રથમ ૧૦ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને સંપૂર્ણપણે કરમુક્ત બનાવવી, બીજુ ૧પ થી ર૦ લાખ રૂપિયાની આવક પર રપ ટકાનો નવો ટેક્સ સ્લેબ રજૂ કરવો.

હાલમાં ૧પ લાખ રૂપિયાથી વધુની આવક પર ૩૦ ટકા ટેક્સ લાગે છે. એક સરકારી સૂત્રના જણાવ્યા અનુસાર સરકાર આ બન્ને વિકલ્પો પર વિચાર કરી રહી છે અને જો બજેટ પરવાનગી આપે તો બન્નેનો અમલ કરી શકાય છે. આ માટે સરકાર પ૦,૦૦૦ કરોડ રૂપિયાથી ૧ લાખ કરોડ રૂપિયા સુધીના મહેસૂલ નુક્સાનનો સામનો કરવા તૈયાર છે. આ કર રાહત શહેરી વપરાશને વધારવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને જ્યારે જીડીપી વૃદ્ધિ ધીમી પડી રહી હોય.

નાણાકીય વર્ષ રપ ના બીજા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર પ.૪ ટકા રહ્યો, જે સાત ક્વાર્ટરમાં સૌથી ઓછો છે. આવા સમયે કર છૂટછાટો લોકોની ખર્ચ ક્ષમતામાં વધારો કરશે, જે અર્થતંત્રને મજબૂત બનાવશે. આ પહેલીવાર નથી જ્યારે સરકારે કરદાતાઓને રાહત આપવાનો પ્રયાસ કર્યો હોય. ર૦ર૩ માં પણ નાણામંત્રીએ કેટલીક રાહતો જાહેર કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh