Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નેશનલ પરિવાર અને યુવા ગ્રુપ દ્વારા આયોજનઃ
જામનગર તા. ૨૨: હાલારી ભાનુશાળી જ્ઞાતિના ઈતિહાસમાં પ્રથમ વખત ઓક્સનથી પ્લેસ પ્લેયર્સની પસંદગી કરી અને ટુર્નામેન્ટનું આયોજન નેશનલ પરિવાર અને યુવા ગ્રુપ દ્વારા પ્રણામી ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું.
ભાનુશાળી યુવાનો, મોટી જનમેદની વચ્ચે જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ ભદ્રા અને ૭૯ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા ટોસ ઉછાળી ફાઈનલ મેચ રાષ્ટ્રગાન પછી શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર પ્રમુખ વિમલભઈ કગથરા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ચેરમેન નીલેશભાઈ કગથરા, દંડક કેતનભાઈ નાખવા, પૂર્વ કોર્પોરેટર મનિષભાઈ કનખરા, વિરોધ પક્ષ નેતા ધવલન નંદા, અશોકભાઈ નંદા, ધીરુભાઈ કનખરા, કસ્ટમ સુપ્રિ. વિજયભાઈ નાખવા, કે.જી. કનખરા, અશોકભાઈ વશિયર, પ્રમુખ વિજય બાબરિયા, સંદીપભાઈ કટારમલ, હિન્દુ જાગરણ મંચના પ્રમુખ ભરતભાઈ ફલિયા, બાબાકાકા હરવરા, સરપંચ મહેશભાઈ ચાંદ્રા, નારણપર ભાનુશાળી જ્ઞાતિના પ્રમુખ પ્રવિણભાઈ ચાંદ્રા તેમજ જ્ઞાતિ અગ્રણીઓએ હાજરી આપી હતી. જેમાં ફાઈનલમાં અલ્કેશભાઈ ગંઢાની આગેવાની નીચેની નેશનલ ઈલેવન અને નારણપુર ઈલેવનના ખૂબ રસાકસીભર્યા મેચમાં નેશનલ ઈલેવનનો જવલંત વિજય થયો હતો. આ મેચને મોટી સંખ્યામાં સર્વેએ માણ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial