Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓશવાળ વેલફેર ચેરી.ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. રરઃ શેલ્બી હોસ્પિટલ અને ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેન્સર કેર કાઉન્સિલના સહયોગથી નિઃશુલ્ક મેગા ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ર૬, રવિવારના સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા સુધી ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ, જિલ્લા જેલની સામે, પવનચક્કી પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે.
ઓશવાળ વેલફેર ચેરી.ટ્રસ્ટના ટ્રસ્ટી કીર્તિભાઈ દોઢિયા, કેન્સર કેર કાઉન્સિલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકીયા તથા પ્રોજેક્ટ ચેરમેન મનુભાઈ આ કેમ્પના સહયોગી છે.
કેમ્પમાં ઘૂંટણ, થાપા, ખભા અને કરોડજ્જુને લગતી સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે તથા નિદાન કરવામાં આવશે. ડો. રવિ ઢોલરીયા (જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ટ્રોમા સર્જન), ડો. હાર્દ વસાવડા (કન્સલ્ટન્ટ એન્ડોસ્કોપિક સ્પાઈન સર્જન), ડો. મૌલિક ગોસાઈ (એસોસિએટ ઓથ્રોપ્લાસ્ટિક) તથા ફિઝિયોથેરાપિસ્ટ ડો. જયસાતા અને ડો. હિરલ સાતા આ કેમ્પમાં સેવા આપશે. વધુ વિગત માટે મો. ૯૬૬૪૬ ૩૪રપ૧, ૭૩૮૩૬ ૦૩૮૩૮ અથવા મો. ૬૩પ૭૯ પ૮૯૭૭ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial