Advertisement
Author: નોબત સમાચાર

સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા નેશનલ ડિફેન્સ એકેડેમી-પૂણે સહિતના મહત્ત્વના સ્થળોનો પ્રવાસ

શિક્ષકો સાથે ૭૦ કેડેટ્સ જોડાયા હતાં:

જામનગર તા. ૨૨: સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર દ્વારા કેડેટ્સને સંરક્ષણ દળોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા સમયાંતરે શૈક્ષણિક સહ પ્રેરક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં શાળાએ નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલા પૂણે, કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરીંગ, આર્મી ફિઝિકલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ, ઓએફએમસી પૂણે, આઈએનએસ શિવાજી લોનાવાલા અને આર્મર્ડ કોર્પ્સ સેન્ટર એન્ડ સ્કૂલ, અહિલ્યાનગરમાં ધો. ૧૧ ના ૭૦ કેડેટ્સ અને મહેશ બોહરા, સિનિયર માસ્ટર, ડીડી પુરોહિત પીજીટી ગણિત અને રમેશ મકવાણા, ટીજીટી સામાજિક વિજ્ઞાન માટે છ દિવસીય શૈક્ષણિક સહ પ્રેરક પ્રવાસનું આયોજન કર્યું હતું. પ્રવાસીઓએ પ્રથમ દિવસે કેડેટ્સે કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરીંગ, પૂણેની મુલાકાત લીધી હતી. કેડેટ્સે કોમ્બેટ એન્જિનિયરીંગ અને સીબીઆરએન સંરક્ષણના મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં તાલીમ સાથે કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના કર્મચારીઓની તાલીમ કેવી રીતે હાથ ધરવામાં આવે છે તેનું જ્ઞાન મેળવ્યું.

તે પછી પ્રવાસી ટીમે આર્મી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ ટ્રેઈનિંગની મુલાકાત લીધી, જ્યાં તેઓએ સ્વિમિંગ પુલ, ઈન્ડોર બાસ્કેટબોલ અને વોલીબોલ કોર્ટ, જિમ્નેશિયમ અને યોગા સેન્ટર જોયા હતાં.

પ્રવાસના બીજા દિવસે કેડેટ્સે કમાન્ડન્ટની સમીક્ષા પરેડ જોઈ અને નેશનલ ડિફેન્સ એકેડેમી, ખડકવાસલા, પૂણેમાં વિવિધ તાલીમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મુલાકાત લીધી. કેડેટ્સ માટે આ એક ખાસ પ્રેરક ક્ષણ હતી કારણ કે તેઓએ તે ભૂતપૂર્વ બાલાચડિયનો સાથે પણ વાતચીત કરી હતી જેઓ હવે એનડીએમાં ઓફિસર્સની તાલીમ લઈ રહ્યા છે.

પ્રવાસના ત્રીજા દિવસે કેડેટ્સે એએફએમસી પૂણે અને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી જ્યારે ચોથા દિવસે કેડેટ્સને આઈએનસી શિવાજી, લોનાવાલાની મુલાકાત લેવાની તક મળી જ્યાં કેડેટ્સને ભારતીય નૌકાદળમાં કારકિર્દીનો પરિચય કરાવવામાં આવ્યો. તેઓને ફાયર ફેસિલિટી વિંગ અને મ્યુઝિયમમાં પણ લઈ જવામાં આવ્યા હતાં.

પ્રવાસના પાંચમા દિવસે કેડેટ્સે આર્મર્ડ કોર્પ્સ સેન્ટર એન્ડ સ્કૂલ, અહિલ્યાનગરની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ ટેન્ક રાઈડ કરી હતી અને તેમને કેવેલરી ટેન્ક મ્યુઝિયમમાં લઈ જવામાં આવ્યા હતાં અને પ્રવાસના છેલ્લા દિવસે તેઓએ મિકેનાઈઝ્ડ ઈન્ફન્ટ્રી સેન્ટર એન્ડ સ્કૂલ, આહિલ્યાનગરની મુલાકાત લીધી હતી. પ્રવાસમાંથી પાછા ફર્યા પછી કેડેટ્સ વધુ પ્રેરિત અને અધિકારીઓ તરીકે સંરક્ષણ સેવાઓમાં જોડાવા માટે પ્રેરિત થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh