Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કબરકામાં યુવકની અકળ કારણથી આત્મહત્યાઃ
જામનગર તા. ૧૭: ઓખા મંડળના સુરજકરાડીમાં એક યુવાનને તેની પ્રેમીકા તથા પરિવારે સગાઈ કરી આપવાની ના પાડી દેતા ગુમસુમ બની ગયેલા આ યુવાને ગઈકાલે ગળાફાંસો ખાઈ લીધો છે. જ્યારે ભાણવડના કબરકામાં એક યુવાને અકળ કારણથી ગળાટૂંપો ખાધો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કબરકા ગામમાં રહેતા લાલુભાઈ ઉર્ફે બાબુભાઈ રણમલભાઈ રાઠોડ (ઉ.વ.૪૦) નામના યુવાને શનિવારે રાત્રે ખાટલાના પાયામાં સાડીનો કટકો બાંધી તેમાં અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું ઝીણાભાઈ ડાયાભાઈ રાઠોડે પોલીસમાં જાહેર કર્યું છે.
ઓખામંડળના સુરજકરાડી ઉદ્યોગનગરમાં વસવાટ કરતા નયનભાઈ નાનજીભાઈ સીંગરખીયા (ઉ.વ.૨૪) નામના યુવાન કેટલાક સમયથી આરંભડાની એક યુવતી સાથે પ્રેમસંબંધથી બંધાયેલા હતા. તેઓ વચ્ચે સગાઈ કરવાની બાબતે વાતચીત થયા પછી આ યુવતી તથા તેના પરિવારે સગાઈ કરવાની ના પાડી દેતા નયનભાઈ થોડા દિવસથી ગુમસુમ રહેતા હતા. આ યુવાને ગઈકાલે બપોરે પોતાના ઘરમાં પંખામાં ઓછાળ વડે ગાળીયો બનાવી ગળાટૂંપો ખાઈ લીધો છે. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના માતા જશુબેને પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial