Advertisement
Author: નોબત સમાચાર

પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત કરાતા હોબાળોઃ ઉગ્ર રોષ

ઐતિહાસિક પ્રતિમાઓ પુનઃ સ્થાપિત કરવા આદેશ અપાઈ ગયો છેઃ હર્ષ સંઘવી

ચાંપાનેર તા. ૧૭: પાવાગઢમાં જૈન તીર્થંકરોની ખંડિત મૂર્તિઓ ત્રણ દિવસમાં પુનઃ સ્થાપિત કરવા માંગ ઊઠ્યા પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે આ ઐતિહાસિક પ્રતિમાઓ પુનઃ સ્થાપિત કરવા આદેશ આપી દીધો છે.

યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિપીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતા દાદરાની બન્ને તરફ આવેલી હજારો વર્ષ જુની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો હતો. હવે આ ઘટનામાં વડોદરામાં જૈન સમાજે જિલ્લા કલેક્ટરના નિવાસ સ્થાને જઈને આવેદન પત્ર આપ્યું હતું.

આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે 'આ મામલો અમારા ધ્યાનમાં આવ્યો છે. અમે વિગતો મંગાવી છે'. આ ઘટના પછી વડોદરા જ નહીં, અમદાવાદ, સુરત, સહિત રાજ્યભરમાં જૈન સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે, અને આજે વડોદરા, સુરત, અમદાવાદ સહિત રાજ્યભરમાં જૈન સમાજ દ્વારા દેખાવો કરાયા હતાં. આ ઉપરાંત વડોદરામાં જિલ્લા કલેક્ટરના નિવસસ્થાને જઈને જૈન અગ્રણીઓએ ઉગ્ર રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું હતું.

આ આવેદનપત્રમાં માગ કરાઈ છે કે, 'પાવાગઢમાં માતાજીના મંદિરના પગથિયા પાસે આવેલી જૈન તીર્થંકરોની મૂર્તિઓ યોગ્ય સ્થાનેથી અચાનક દૂર કરવામાં આવી છે. આ કૃત્ય માત્ર ધાર્મિક આસ્થાનો અનાદર કરતું નથી, પરંતુ ધાર્મિક પ્રથાઓ અને પૂજા સ્થળોના રક્ષણ માટે રચાયેલી બંધારણીય અને કાનૂની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે. માટે અમે વહીવટી તંત્રના તાત્કાલિક હસ્તક્ષેપ માટે વિનંતી કરીએ છીએ. અમારી માગ છે કે તીર્થંકરની મૂર્તિઓને તેમના યોગ્ય સ્થાને તાત્કાલિક અસરથી પુનઃ સ્થાપિત કરો. આ અપમાનજનક કૃત્ય માટે મહાકાળી મંદિર ટ્રસ્ટના જવાબદાર ટ્રસ્ટીઓ સામે તાત્કાલિક કાનૂની પગલાં લો.'

આ ઘટના પછી સુરતના જૈન સમાજમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ દરમિયાન ઘટનાની ગંભીરતાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, 'અમે જૈન તીર્થંકરોની મૂૃર્તિઓ ફરી સ્થાપિત કરવાનો આદેશ આપી દીધો છે. આ પ્રતિમાઓ ઐતિહાસિક હતી.'

પાવાગઢ તીર્થ વિકાસ સમિતિનું કહેવું છે કે પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જુના દાદરા છે. તેની બન્ને બાજુ ગોખલામાં રર મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત ૭ મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત છે. જૈનો ત્યાં રોજ સેવા પૂજા માટે જાય છે. ર૦ દિવસ પહેલા આ જુના દાદરાને તોડવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે જૈનોએ કલેક્ટર અને એએસઆઈને આવેદનપત્ર આપીને ડર વ્યક્ત કર્યો હતો કે આ તોડફોડની કામગીરીમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓને નુક્સાન થશે. આ મૂર્તિઓ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે. આમ છતાં દાદરા તોડવાની કામગીરી વખતે જૈન તીર્થંકરોની મૂર્તિઓ તોડીને કચરામાં ફેંકી દેવાઈ હતી. આ અંગે જૈન સમાજે અગાઉથી ચેતવણી આપી હોવા છતાં તંત્રે તેના પર ધ્યાન આપ્યું ન હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh