Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માતા-પુત્રને તાકીદે મદદ મળતા બંને હેમખેમઃ
ખંભાળિયા તા. ૧૭: કલ્યાણપુરના એક મહિલાને ગઈરાત્રે પ્રસૂતીની પીડા ઉપડતા તેઓને પતિ બાઈકમાં હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે પોલીસ કવાર્ટર પાસે તે મહિલા બાઈક પરથી લપસી પડ્યા હતા. આ વેળાએ દોડી આવેલા મહિલા ફોજદારે મદદ પૂરી પાડી હતી. સ્થળ પર જ તે મહિલાએ બાળકને જન્મ આપ્યા પછી માતા-બાળકને બનતી ત્વરાએ ફોજદારે દવાખાને ખસેડી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરૃં પાડ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં વસવાટ કરતા સગર્ભા મહિલાને રાત્રે વેણ ઉપડતા તેમના પતિ મોટર સાયકલમાં તેમને લઈને હોસ્પિટલ જઇ રહ્યા હતા ત્યારે તે મહિલા બાઇક પરથી કલ્યાણપુર પોલીસ કવાર્ટર પાસે લપસી પડ્યા હતા.
તેઓએ મદદ માટે બુમ પાડતા કલ્યાણપુરના મહિલા પીએસઆઇ યુ.બી. અખેડ દોડી આવ્યા હતા. તેઓએ સ્થળ પર પડેલા સગર્ભા મહિલાને પ્રસૂતિ ની પીડા ઉપડેલી જોઈ મદદ કરવાનું શરૂ કર્યું હતું. તે મહિલાએ ત્યાં જ બાળકને જન્મ આપ્યો હતો.
ત્યારપછી પીએસઆઇ યુ.બી. અખેડે પોતાની મોટરમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા. માતા અને બાળકને તાત્કાલિક સારવાર મળી જતા તેઓ હાલમાં હેમખેમ છે આ દંપતીએ પીએસઆઇ યુ.બી. અખેડનો આભાર વ્યક્ત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial