Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોના-ચાંદીના દાગીના અને રોકડ ઉઠાવી લેવાયાઃ
જામનગર તા. ૧૭: ખંભાળિયામાં જલારામનગરમાં આવેલા ત્રણ મકાનમાં ગયા શુક્રવારે રાત્રે તસ્કરો ખાબક્યા હતા. એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ તેમજ અન્ય બે મકાનમાંથી કુલ રૂપિયા સાત હજાર મળી રૂપિયા પોણા છ લાખની મત્તા ચોરાઈ ગઈ છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
ખંભાળિયા શહેરમાં જલારામનગર વિસ્તારમાં રહેતા વિજયભાઈ રવજીભાઈ ચોપડા નામના આસામીના મકાનમાં ગયા શુક્રવારની રાત્રે અગિયાર વાગ્યાથી શનિવારની સવારના ચાર વાગ્યા દરમિયાન કોઈ તસ્કરો ઘૂસી ગયા હતા.
તે મકાનમાં ખાંખાખોળા કરી તસ્કરે કબાટમાંથી રૂપિયા દોડ લાખનો સોનાનો હાર, પોણા લાખનો ચેઈન, ૧૦ હજારનું પેંડલ, ૧૫ હજારની વીટી, સોનાનો દાણો, ઓમકાર, ચાંદીના ૨૦ સિક્કા તથા સદરા મળી કુલ રૂ.૨,૬૭,૫૦૦ના દાગીના તેમજ રૂ.૨,૯૫,૦૦૦ રોકડા ઉઠાવી લીધા હતા.
તે ઉપરાંત બાજુમાં આવેલા લખમણભાઈ રૂડાભાઈ હડિયલના મકાનમાંથી રૂ.૫૫૦૦ રોકડા અને ચિરાગ પ્રફુલભાઈ કાનાણીના મકાનમાંથી રૂ.૨ હજાર રોકડા તસ્કરોએ તફડાવ્યા હતા. વિજયભાઈએ શનિવારે બપોરે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય મકાનમાંથી કુલ રૂ.૫,૭૦,૦૦૦ની મત્તા ચોરી જવા અંગે અજાણ્યા તસ્કર સામે આઈપીસી ૩૮૦, ૪૫૭ અને નવા કાયદા મુજબ આઈપીસી ૩૦૫ (એ), ૩૩૧ (૪) હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial