Advertisement
Author: નોબત સમાચાર

કથિત આલ્કોહોલ ઓપરેશનમાં ઓડિયો ક્લિપ વાયરલ થતાં મચી ગયો ખળભળાટ

સૌરાષ્ટ્ર મેઈલમાં કરી લેવાયેલા 'તોડ'નું પ્રકરણઃ

ઓખા તા. ૧૭: તાજેતરમાં સૌરાષ્ટ્ર મેઇલમાં કથિત ઓપરેશન આલ્કોહોલ થયાનો અહેવાલ અખબારોમાં ચમક્યો હતો. જેમાં મુંબઈથી શરાબનો નાનો જથ્થો ટ્રેન દ્વારા હાલારમાં લાવી નફો કમાતા શ્રમિક વર્ગનાં માણસો સાથે ખાખીએ 'ખેલ' કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

આ પ્રકરણ પ્રકાશમાં આવતા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં પોલીસબેડામાં ખળભળાટ વચ્ચે આ પ્રકરણ સંબંધિત કથિત ઓડીયો ક્લિપ પણ વહેતી થતા મામલો વધુ ગરમાયો છે.

ઓડીયો ક્લિપ અનુસાર કોઇ હિન્દીભાષી અને સંભવિત પરપ્રાંતીય શખ્સ ભીમરાણાનાં કોઇ શખ્સને ફોન લગાડી કહે છે  કે મને પોલીસે પકડી લીધો છે, સામે છેડેથી ભીમરાણાનો શખ્સ પોલીસ સાથે વાત કરવા જણાવતા સુરક્ષાકર્મી વાત કરે છે ત્યારે ભીમરાણાનો શખ્સ કથિત સુરક્ષાકર્મી સાથે વાટાઘાટો કરવા પ્રયાસ કરે છે અને ૧૦ હજારનો આંકડો બોલાય છે. વાતચીત દરમ્યાન સુરક્ષાકર્મી પોતે જીઆરપીમાં હોવાનું જણાવે છે. ત્યારે સામે છેડેથી સંબંધિત ખાતા સાથે જોડાયેલ જામનગરનાં એક નિવૃત્ત અધિકારીનો નામોલ્લેખ કરી થોડો પ્રભાવ પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ આ પ્રયત્ન નિષ્ફળ નીવડે છે.

એ પછી જીઆરપીના સુરક્ષાકર્મી તરીકે ઓળખ આપનાર વ્યક્તિ ભીમરાણાનાં શખ્સ સાથે ટેલિફોનિક વાત કરી સૌપ્રથમ રેલ્વે પોલીસમાંથી બોલતા હોવાનું જણાવી  હેતુલક્ષી વાતચીત કરી પછી જામનગર જીઆરપીમાંથી બોલતા હોવાનુંં જણાવી વહીવટ કરવા થોડા રૂઆબ સાથે દબાણપૂર્વક સ્વરમાં જણાવે છે કે કેસ કરૂ છું અને તમને વોન્ટેડ બતાવીએ છીએ એ પછી વહીવટનાં ઇરાદે ભીમરાણાનાં શખ્સને ભાટીયા સ્ટેશન આવી જવા હુકમ કરે છે.

સામે છેડેથી ભીમરાણાનો શખ્સ કોઇ સગાની અંતિમ ક્રિયામાં આવ્યો હોવાનું કહી તાત્કાલિક આવી શકે એમ ન હોય એવો સ્વર વ્યકત કરતા જીઆરપી જવાન તરીકે ઓળખ આપી વાત કરતા શખ્સે વિફરેલા સ્વરમાં કેસ કરવાની અને વોન્ટેડ જાહેર  કરવાની તથા વોરન્ટ જાહેર કરવાની ચીમકી આપી હતી.

એ પછીનો ઘટનાક્રમ હિન્દીભાષી શખ્સ અને ભીમરાણાનાં શખ્સ વચ્ચેની વાતચીતનાં ઓડીયોમાં સાંભળવા મળે છે. જેમાં વાટાઘાટોના પગલે ૫ હજારમાં વહીવટ સેટ થયો હોવાનું જણાવી હિન્દીભાષી શખ્સ ભીમરાણાનાં શખ્સ પાસે અડધી રકમની મદદ કરવા જણાવે છે. આખરે હિન્દીભાષી શખ્સ ૩ હજારમાં બધુ થાળે પડ્યું હોવાનું જણાવી પોતાનો માલ પણ કથિત જીઆરપીના જવાનોએ લઇ લીધો હોવા સહિતની આપવીતી જણાવે છે.

સોશિયલ મિડીયામાં વહેતી થયેલી આ ૫-૬ ઓડીયો ક્લિપથી 'ઓપરેશન આલ્કોહોલ'ને પ્રાથમિક સમર્થન  મળે છે. ઉપરાંત જીઆરપીની ભૂમિકા ઉપર પણ સવાલ ઉદભવતા તપાસ જરૂરી બની જાય છે. જીઆરપીના સુરક્ષાકર્મી તરીકે કોઇ ભેજાબાજે આ કાંડ કર્યુ? કે પછી સાચે જ જીઆરપીના સુરક્ષાકર્મીઓની કોઇ સંડોવણી છે? આ બંને સંભાવનાઓ ગંભીર હોય તેની સત્યતા બહાર આવવી જ જોઇએ. દરમ્યાન આ પ્રકરણમાં ખાખીએ આંતરીક રીતે તપાસનો ધમધમાટ ચાલુ કર્યાનો પણ ગણગણાટ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh