Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય ત્રણ દરોડામાં ૫૪ બોટલ દારૂ સાથે બે પકડાયાઃ ત્રણ શખ્સ ફરારઃ
જામનગર તા. ૧૭: ધ્રોલ શહેરમાંથી એલસીબીએ ગઈરાત્રે જામનગરના બે શખ્સને દારૂના ૪૮૦ ચપલા અને બીયરના ૯૦ ટીન સાથે પકડી પાડ્યા છે. આ શખ્સોએ કચ્છના સપ્લાયરનું નામ આપ્યું છે. માટેલ ચોકમાં એક મકાનમાંથી દારૂની ૧૧ બોટલ પકડાઈ છે. મોહનનગરના ઢાળીયા પાસેથી ૧૯ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા છે અને નવાગામ ઘેડમાં એક મકાનમાંથી ૨૪ બોટલ મળી છે.
જામનગર-રાજકોટ માર્ગ પર ગઈકાલે રાત્રે એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં મયુરસિંહ, હરદીપ બારડ, ઋષિરાજસિંહ વાળાને બાતમી મળી હતી કે, તેઓ શહેરમાંથી પસાર થઈ રહેલી એક મોટરમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. તે બાતમીથી પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરવામાં આવ્યા પછી પીએસઆઈ પી.એન. મોરી, આર.કે. કરમટાના વડપણ હેઠળ એલસીબી સ્ટાફે ધ્રોલમાં વોચ રાખી હતી.
તે દરમિયાન દેવીપૂજક વાસ નજીક વાગુદડીયા પુલ પાસેથી પસાર રહેલી જીજે-૨૭-એપી ૩૬૯૯ નંબરની હોન્ડા સિટી મોટરને રોકી લેવામાં આવી હતી. તે મોટરની તલાશી લેવાતા તેમાંથી દારૂના ૪૮૦ ચપલા અને બીયરના ૯૦ ટીન સાથે જામનગરના અંધાશ્રમ આવાસવાળા અંકિત મુકેશભાઈ બારોટ ઉર્ફે બલુ તથા દિગ્વિજય પ્લોટ-૬૪માં રહેતો પ્રવીણ લક્ષ્મીદાસ ગજરા ઉર્ફે પવી નામના બે શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ દારૂ-બીયરનો જથ્થો, બે મોબાઈલ, મોટર મળી કુલ રૂ.૫,૬૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સોએ દારૂનો જથ્થો કચ્છના રાપરના ગાગોદર ગામના રામશી ઠાકોરનું નામ આપ્યું છે.
જામનગરના રામેશ્વરનગર વિસ્તાર પાછળ આવેલા માટેલ ચોકમાં એક શખ્સના મકાનમાં દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી એલસીબીના હરદીપ બારડ, ઋષિરાજસિંહ, મયુર સિંહને મળતા ગઈકાલે રાત્રે પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફે માટેલ ચોકમાં એક વાડી પાછળ ભગવતીપ્રસાદ ઉર્ફે મુન્ના ભગવાનદાસ જામવેજા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી દારૂની ૧૧ બોટલ અને મોબાઈલ સાથે ભગવતીપ્રસાદ ઝડપાઈ ગયો હતો. તેણે આ જથ્થો શાંતિનગરવાળા દશરથસિંહ ઘનશ્યામસિંહ જાડેજા પાસેથી લીધો હોવાની કબૂલાત કરી છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી રાઠોડ ફળીમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી એલસીબીના કિશોર ૫રમાર, ધાનાભાઈને મળતા શનિવારે બપોરે એલસીબી સ્ટાફે પીઆઇ વી.એમ. લગારીયાના વડપણ હેઠળ રાઠોડ ફળીમાં ધર્મેન્દ્રસિંહ જશવંતસિંહ જાડેજા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાસી લેતા તે મકાનમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૨૪ બોટલ મળી આવી હતી. દરોડા પહેલા આરોપી ધર્મેન્દ્રસિંહ નાસી જવામાં સફળ થયો હતો. એલસીબીએ રૂપિયા ૯૬૦૦ની બોટલ કબજે કરી આરોપી સામે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હોે રજીસ્ટર કરાવ્યો છે.
જામનગરના ગુલાબનગર સામે આવેલા મોહનનગરના ઢાળીયા પાસેથી શનિવારે બપોરે રણજીતસાગર રોડ પર વસંત વાટીકામાં રહેતા દિવ્યરાજસિંહ નારૂભા જાડેજા અને દરેડની મુરલીધર સોસાયટીવાળા વિપુલ જયેશભાઈ મકવાણા નામના બે શખ્સને દારૂની ૧૯ બોટલ સાથે સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પકડી પાડી બે મોબાઈલ સાથે કુલ રૂ.૨૪,૫૦૦નો મુદ્દામાલ ઝબ્બે લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial