Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અસહ્ય ગરમી અને બફારાની વચ્ચે મહત્તમ તાપમાનમાં ઘટાડો

જામનગર તા. ૧૭: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન ૩૬.૪ ડીગ્રી નોંધાયું હતું. આકરો તાપ અને અસહ્ય બફારાથી નગરજનો પરસેવે રેબઝેબ થઈ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં.

જામનગરમાં શનિવારે સાંજે પલટાયેલા વાતાવરણ પછી વરસાદ પડ્યો હતો. વરસાદી વાદળોના આવાગમન વચ્ચે છેલ્લા ૪૮ કલાકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ ટકા વધીને ૮૦ ટકાએ પહોંચી ગયું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે ગત્ બે દિવસથી બફારામાં વધારો થયો છે. અસહ્ય બફારાના પગલે નગરજનો પરશેવે રેબઝેબ થઈ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. તેમાંય પવનની ગતિ ઘટના પ્રજાજનોની હાલાકીમાં વધરો થયો છે.

નગરમાં સોમવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન ૩૬.૪, ડીગ્રી જ્યારે અડધા ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૮.પ ડીગ્રી નોંધાયું હતું. ગઈકાલે ખાસ કરીને બપોરે પ્રજાજનોએ વધારે ગરમીનો અનુભવ કર્યો હતો. પવનની ગતિ ઘટીને પ્રતિ કલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh