Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ નીજ મંદિરમાં પ્રવેશ માટે મહિલા ઉચ્ચ અધિકારીની હઠ

મંદિરની પ્રણાલિકા વિરૂદ્ધ સ્ત્રી હઠ તથા અધિકારીના રોફ સામે તંત્ર ઝુકયુ નહીં !

દ્વારકા તા. ૧૭: દ્વારકાના દર્શનાર્થે આવેલા ૧૯૯૧ ની ગુજરાત કેડરના મહિલા અધિકારી અને હાલ એડીશનલ સેક્રેટરી તરીકેના હોદ્દા પર બિરાજમાન મૂળ રાજસ્થાનના વતની અને આઈએએસ મહિલા અધિકારીએ તા.૧પ જૂનના સવારે ૧૧ થી ૧ર વાગ્યા વચ્ચે દ્વારાધીશજીના દર્શન કર્યા હતાં. આ વખતે તેમની દર્શનની વ્યવસ્થા માટે મંદિર પરિસરમાં આવેલ ગર્ભ સભાખંડમાં વીઆઈપી બેરીકેટીંગ પણ કરવામાં આવ્યું હતું. આમ છતાં આ મહિલા અધિકારીએ વીવીઆઈપી તરીકેની આટલી સુંદર વ્યવસ્થા છતાં પણ સંતોષ ન થયો હોય તેમ સ્થાનિક પાસે ભગવાન દ્વારકાધીશજીના નીજમંદિરમાં જવાનો આગ્રહ રાખી ભગવાન દ્વારકાધીશના ચરણસ્પર્શ કરવાનો આગ્રહ રાખ્યો હતો. પરન્તુ આ બાબતે આવી કોઈ પ્રણાલીકા ન હોય અને આ પ્રકારના દર્શન કરવાની મનાઈ કરવામાં આવતા આ ઉચ્ચ અધિકારીએ સ્થાનિક તંત્ર સાથે ખૂબ જ જીભાજોડી કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા કલેકટર સાથે ફોન પર વાત કરીને ધરાર નીજમંદિરમાં જવાની જીદ પકડી હતી. આમ છતાં પણ અંતે આ પ્રણાલિકાનો ભંગ ન કરવાની દરેક સંબંધીતોએ સમજણ આપતાં અંતે મામલો થાળે પડ્યો હતો.

દ્વારકાધીશજીના મંદિરની પ્રણાલિકા મુજબ વર્ષોથી માત્ર પૂજારી પરિવાર તથા સેવા પૂજા કરતાં પૂજારી પરિવારના સદસ્યોને આ પ્રકારના હક્કો મળ્યા છે. તદુપરાંત ભારત દેશની ચારેય પીઠના શંકરાચાર્ય મહારાજને આ પ્રકારનો અધિકાર મળે છે ત્યારે આવા બિનજરૂરી ધર્મ અને શ્રદ્ધાના સંગમ સમાન આસ્થાઓને ઠેસ પહોંચાડીને થયેલા આ આગ્રહભર્યા બનાવથી ધાર્મિક ભાવિકો અને પ્રજાજનો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. તેનું એવું પણ કારણ છે કે જ્યારે આ માંગણી કરવામાં આવી તે ભાવિકો-દર્શનાર્થીઓની ખૂબ જ ભીડ વચ્ચે આ મામલો ઉપસ્થિત થયો હતો. જેથી આવા બનાવથી શ્રદ્ધા-લાગણી અને ભાવના સાથે ગુજરાતની ગરીમાને પણ મોટી ઠેસ પહોંચી રહી છે.

વર્તમાનમાં ગુજરાત સરકારમાં જાણે અધિકારીરાજ જ ચાલી રહ્યું હોય અને રાજ્ય સરકારમાં આવા ઉચ્ચ અધિકારીઓ તેમની મનમાની ચલાવવા માટે પાવરધા થતા હોય તેવું ઉકત બનાવથી લાગી રહ્યું છે. હાલમાં જ રાજ્યના સુરતમાં થયેલ જમીન કૌભાંડમાં સુરત કલેકટરની મુખ્ય ભૂમિકા બહાર આવી છે ત્યારે રાજકોટના ગેમઝોનના બનાવમાં પણ અધિકારીઓની મુખ્ય જવાબદારી નક્કી કરવામાં આવી છે તેના પરથી લાગે છે કે ગુજરાતમાં અધિકારીઓનો પંજો વધુ મજબૂત બનવા જઈ રહ્યો છે, પરંતુ દ્વારકા જેવી ધર્મ નગરીમાં પણ આવા અધિકારીઓના વર્તનથી ભારે ચર્ચા જાગી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh