Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
જામનગર તા. ૧૭: જળાશયોમાં ન્હાવા જતા સમયે જીવલેણ અકસ્માત થતા રહે છે ત્યારે જામનગરમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તમામ જળાશયોમાં ન્હાવા જવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
તાજેતરમાં કાલાવડના બાલંભડીમાં જળાશયમાં ન્હાવા ગયેલ બે બાળકો અને પીઠડીયામાં માતા-પુત્રીના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયા હતા આથી લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લામાં નદી, તળાવ, નહેર, ડેમ, ચેકડેમ, દરિયામાં ન્હાવા જવા ઉપર પ્રતિબંધ ફરમાવાયા છે. જામનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial