Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં હથિયારબંધી

જામનગર તા. ૧૭: બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવનાર હોય જેને ધ્યાને લેતા જામનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લામાં આગામી તા. ૮-૭-ર૦ર૪ સુધી હથિયારબંધી જાહેર કરવામાં આવી છે.

આ સમયગાળા દરમ્યાન કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી તેમજ શારીરિક ઈજા પહોંચાડી શકે તેવા કોઈપણ પ્રકારના સાધન, કોઈપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેદા પદાર્થો, પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા તેના શબ, આકૃતિઓ કે પૂતળા દેખાડવા કે બાળવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાન ઈરાદાથી જાહેરમાં બીભત્સ સુત્રો પોકારવા, ગીતો ગાવા, ટોળામાં ફરવું,પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલ અને એમ.પી.શાહ મ્યુનિ. ટાઉનહોલમાં પ્રવેશ કરવો આવી તમામ પ્રવૃત્તિઓ પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવેલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh