Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા પોલીસે નવ દિવસમાં પકડી પાડ્યો રૂ.૬૧ કરોડનો ડ્રગ્સનો જથ્થો

હજુ પણ સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છેઃ

ખંભાળિયા તા. ૧૭: દ્વારકાના વરવાળા પાસેથી ગઈતા.૭ના દિને ચરસ ભરેલા ૩૦ પેકેટ બિનવારસુ મળ્યા પછી પોલીસે સઘન બનાવેલા પેટ્રોલિંગમાં નવ દિવસમાં રૂ.૬૧ કરોડ ઉપરાંતનો ડ્રગ્સનો બિનવારસુ જથ્થો દરિયાકાંઠેથી મળી આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસઓજી તથા દ્વારકા પોલીસને મળેલી બાતમી પરથી વરવાળા પાસેથી ગઈ તા.૭-૬-ર૪ના દિને રૂ.૧૬ કરોડ ઉપરાંતની કિંમતના ૩૦ પેકેટમાં ભરેલુ ચરસ મળી આવ્યું હતું. તે પછી મીઠાપુર પીએસઆઈ નિકુંજ જોશી તથા એસઓજીના સીંગરખીયા દ્વારા અભિયાન ચાલુ રાખીને સતત સર્ચ કરવામાં આવતા મોજપ ગામ પાસેથી એક પેકેટ રૂ. ૪૩.૬ લાખ તથા મોજપ અને શીવરાજપુરના દરિયાકાંઠા વિસ્તારોમાંથી ર૦ પેકેટ રર.૭પ કિલો કિંમત ૧૧.૭પ કરોડનો માલ મળ્યો હતો.

દ્વારકામાંથી મળેલા ચરસ જેવો જ જથ્થો કચ્છના કેટલાક વિસ્તારોમાંથી પણ પકડાતા દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા અપાયેલા માર્ગદર્શન સાથે ડીવાયએસપી સાગર રાઠોડ તથા દ્વારકા પોલીસ, એસઓજી ઉપરાંત એલસીબીના પોસઈ બી.એમ. દેવમુરારીની પણ ટીમ સાથે જોડાતા ૧પ-૬ના પોલીસને સફળતા મળી હતી.

દ્વારકાના ચંદ્રાભાગા મંદિર પાસે દરિયામાંથી નવ પેકેટ ચરસ કિંમત ૪.૯૯ કરોડ, વાચ્છુના દરિયાકિનારા પાસેથી ર૯ પેકેટ ૩૧.૦૬૬ કિલો ૧પ.પ૩ કરોડના તથા ગોરીંજા ગામ પાસેથી ર૬ પેકેટ કિલો ર૭.૬ કિંમત ૧૩.૮૩ કરોડ મળી નવ દિવસમાં ૧૧૫ કિલો ચરસનો જથ્થો પોલીસે પકડી લીધો છે. બિનવારસુ મળી આવેલા આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ.૬૧.૮૬ કરોડ કિંમત આકારાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh