Advertisement
Author: નોબત સમાચાર

જોબફેરમાં ૧૮ જેટલી ખાનગી કંપનીઓ દ્વારા ર૧ર ઉમેદવારને અપાઈ રોજગારીની તકો

જામનગરની રોજગાર કચેરી દ્વારા યોજાયેલા

જામનગર તા. ૧૭: જામનગરની રોજગારની કચેરી દ્વારા જોબફેર યોજાયો હતો અને જુદી જુદી ૧૮ જેટલી ખાનગી કંપનીના એકમોના નોકરીદાતાઓ દ્વારા ર૧ર યુવાનોને રોજગારી અપાઈ હતી.

જામનગરમાં ગત્ તા. ૧પ-૬-ર૪ અને શનિવારે મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગરમાં યુવાનોને રોજગારી મળે એવા આશય સાથે એક જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરની રોજગાર કચેરીના મદદનીશ નિયામક સરોજબેન સાંડપા તેમજ જિલ્લા રોજગાર કચેરી જામનગરનો સમગ્ર સ્ટાફ અને આ જોબફેરમાં ર૩પ રોજગારવાંચ્છુ ઉમેદવાર ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં તેમજ ૧૮ જેટલા ખાનગી એકમોના નોકરીદાતાઓ હાજર રહ્યા હતાં.

આ જોબફેરમાં સી.એન.વી. ઈન્સ્પેક્ટર એસ.એન. ધમસાણિયા દ્વારા જોબફેર વિષે રોજગારીની તકો તથા કચેરીની કામગીરી વિષે ઉમેદવારો અને નોકરીદાતાઓને માર્ગદર્શન આપ્યું હતું. ત્યારપછી પ્લેસમેન્ટ ઓફિસર દ્વારા સ્વરોજગાર તેમજ રોજગાર રજિસ્ટ્રેશન અને અનુબંધમ પોર્ટલ વિષે તેમજ જોબફેરની ગેકેન્સી વિષે માહિતી આપી હતી. વિવિધ નોકરીદાતાઓ દ્વારા એમની કંપનીઓની પ્રાથમિક માહિતી પણ ઉમેદવારોને આપવામાં આવી હતી.

આ જોબફેરમાં ૧૮ જેટલી ખાનગી એકમના નોકરીદાતાઓ દ્વારા હાજર ઉમેદવારો ર૩પ નું સ્થળ પર ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું. જેમાં જોબફેરના અંતે ર૧ર ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ જોબફેર માટે નોકરીદાતાઓ પાસેથી રર૭ વેકેન્સી મેળવવામાં આવેલી હતી.

જોબફેરના અંતે જુનિયર રોજગાર અધિકારી ભારતીબેન ગોજિયા દ્વારા દરેકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ જોબફેર કાર્યક્રમનું સંચાલન પ્લેસમેન્ટ ઓફિસર વીરેન્દ્રસિંહ વાઢેર દ્વારા કરવામાં આવ્યું હતું. રોજગાર કચેરીના પ્રત્યેક સ્ટાફની જહેમત દ્વારા આ જોબફે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh