Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત શૈક્ષણિક સંસ્થા અને એક રેસ્ટોરન્ટના સીલ ખોલાયાઃ મનપા દ્વારા કમિટી રચાઈ
જામનગર તા. ૧૭: જામનગર મનપા દ્વારા ઝુંબેશ ચલાવીને સીલ કરવામાં આવેલ શૈક્ષણિક અને આરોગ્યલક્ષી એકમોના "સીલ" ખોલવા અંગે કાર્યરીતિ જાહેર કરવામાં આવી છે, અને ૭ શૈક્ષણિક સંસ્થા અને એક રેસ્ટોરન્ટના સીલ ખોલવામાં આવ્યા છે.
રાજકોટના ટી.આર.પી. ગેઈમ ઝોનના બનાવા પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી ફાયર એનઓસી અને બી.યુ. પરમિશન ન હોય તેવા એસેમ્બ્લી પ્રકારના એકમો કે જેમાં શૈક્ષણિક સંકુલો, હોસ્પિટલ બિલ્ડીંગ, હોટલ/ રેસ્ટોરન્ટ વિગેરેને ફાયર એન.ઓ.સી./બી.યુ. પરમિશન નહીં હોવાથી સીલ કરવામાં આવ્યા હતા.
આ પછી સીલ ખોલવા માટે વિવિધ એકમો દ્વારા કરવામાં આવેલ અરજીઓના નિકાલ માટે નાયબ કમિશ્નર, જામનગર મહાનગરપાલિકાના અધ્યક્ષ સ્થાને એક કમિટીની રચના કરવામાં આવેલ છે. જેમાં સભ્ય તરીકે ટાઉન પ્લાનીંગ ઓફિસર, ચીફ ફાયર ઓફિસર, આસી. ટાઉન પ્લાનીંગ ઓફિસર તથા ફાયર સ્ટેશન ઓફિસરની નિમણૂક કરવામાં આવી હતી.
વિવિધ એકમો દ્વારા સીલ ખોલવા બાબતની અરજીઓ પૈકી કમિટી દ્વારા બી.યુ. તથા ફાયર એનઓસી રજૂ કરેલ હોવાથી તેમજ સ્થળ પર બી.યુ. મૂજબનું બાંધકામ હોવાથી હાલ સુધીમાં ૭ શૈક્ષણિક સંસ્થાઓ તથા ૧ રેસ્ટોરન્ટના સીલ ખોલવામાં આવેલ છે. તેમ મહાનગર પાલિકાની યાદીમાં જણાવ્યું છે.
દરમ્યાન શૈક્ષણિક સંસ્થાઓના વિવિધ પ્રતિનિધિ મંડળની રજુઆતો તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ બાબતે જાહેર કરવામાં આવેલ પોલિસી તેમજ હાલે શાળાઓમાં વેકેશન સમાપ્ત થયેલ હોવાથી વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી તેમજ આરોગ્ય લક્ષી સીલ કરેલ એકમોમાં દર્દીઓને હાલાકી ઓછી થાય તે હેતુથી જામનગર મહાનગરપાલિકા દ્વારા શૈક્ષણિક સંકુલ તથા આરોગ્ય લક્ષી એકમો માં સીલીંગ કરેલ પ્રોપર્ટી બાબતે કાર્ય પદ્ધતિ જાહેર કરવામાં આવી છે.જેને હવે પછીથી અપનાવવામાં આવશે.
જેમાં જે બાંધકામો જામનગર મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ હોય તથા જેમને ધોરણસરની બાંધકામ વપરાશ પરવાનગી મેળવેલ હોય તથા વપરાશ પરવાનગી મુજબનું જ સ્થળ પર બાંધકામ હોય અને જરૂરી ફાયર એનઓસી પણ મેળવેલ હોય, પરંતુ ફાયર એનઓસી રીન્યુ કરવામાં આવેલ ન હોય, તેવા બાંધકામોમાં ફાયર શાખામાં આ કામગીરી પૂર્ણ કરવા બાબતનું રૂ. ૩૦૦ ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપ્યેથી આ કામગીરી કરવા માટે સીલ ખોલી આપવામાં આવશે. તથા કામગીરી કરવા માટે દિવસ-૩૦ નો સમય આપવામાં આવશે. ૩૦ દિવસ પછી ફાયર શાખાના લગત અધિકારી દ્વારા સ્થળ ચકાસણી કરવાની રહેશે અને જો આ રીન્યુઅલ કરાવવામાં ન આવેલ હોય તો પ્રોપર્ટીને ફરી રી-સીલીંગ કરવામાં આવશે તથા વધારાની કોઈપણ સમય મર્યાદા આપવામાં આવશે નહી.
જે બાંધકામો જામનગર મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ હોય તથા જેમને ધોરણસરની બાંધકામ વપરાશ પરવાનગી મેળવેલ હોય તથા વપરાશ પરવાનગી મુજબનું જ હાલે સ્થળ પર બાંધકામ હોય પરંતુ જરૂરી ફાયર એનઓસી મેળવેલ ન હોય, તેવા કિસ્સામાં ફાયર શાખામાં આ કામગીરી પૂર્ણ કરવા બાબતનું રૂ. ૩૦૦ ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપ્યેથી આ કામગીરી કરવા માટે સીલ ખોલી આપવામાં આવશે તથા કામગીરી કરવા માટે દિવસ-૩૦ નો સમય આપવામાં આવશે. ૩૦ દિવસ પછી ફાયર શાખાના લગત અધિકારી દ્વારા સ્થળ ચકાસણી કરવાની રહેશે. અને જો આ એનઓસી મેળવવામાં ન આવેલ હોય તો પ્રોપર્ટીને ફરી રી સીલીંગ કરવામાં આવશે તથા વધારાની કોઈપણ સમય મર્યાદા આપવામાં આવશે નહી.
જે કિસ્સામાં બાંધકામ જે જમીન પર કરવામાં આવેલ હોય, તે જમીનનું લેન્ડ ટાઈટલ કલીયર હોય, પરંતુ બાંધકામની ધોરણસરની વિકાસ પ૨વાનગી કે વપરાશ પરવાનગી મેળવવામાં આવેલ ન હોય કે મેળવવામાં આવેલ વપરાશ પરવાનગીથી હેતુ વિરૂદ્ધ કરી વપરાશ કરવામાં આવતો હોય, તેવા કિસ્સાઓમાં ટાઉન પ્લાનીંગ શાખામાં રૂ. ૩૦૦ ના સ્ટેમ્પ પેપર પર બોન્ડ આપી હાલે અમલી ગુડા-૨૦૨૨ હેઠળ જે-તે બાંધકામ કરનારએ તુરંત જ દિન-૭ (સાત) ની અંદર તમામ આધારો તથા રેગ્યુલરાઈઝ પ્લાન સાથે નિયત સ્ક્રુટીની ફી ભરી અરજદાર થયેથી અત્રેથી સીલ ખોલી આપવામાં આવશે, ત્યારબાદ અરજીની તારીખથી દિન-૬૦ માં જરૂરી બી.યુ./ ઈમ્પેકટ-૨૦૨૨ હેઠળ રેગ્યુલરાઈઝેશન કરાવી લેવાનું રહેશે અને જો બાંધકામ ઈમ્પેકટ એકટ હેઠળ પણ રેગ્યુલરાઈઝ થવા પાત્ર ન હોય તો રી-સીલ કરવામાં આવશે. જે બાંધકામોમાં લેન્ડ ટાઈટલ કલીયર ન હોય, તેમાં જે-તે બાંધકામ કરનારએ લગત સત્તા મંડળનું લેન્ડ ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટ ફરજીયાત મેળવવાનું રહેશે. ત્યારબાદ જ સીલીંગ ખોલવા માટેની ઉપરોકત ક્રમ નં. ૧ થી ૩ વાળી નીતિઓ લાગુ પડશે. ત્યાં સુધી આવા બાંધકામોનું સીલ ખોલવામાં આવશે નહી.
જે શૈક્ષણિક એકમોમાં ફાયર રેગ્યુલેશન મુજબ ફાયર એનઓસી મેળવવાની જરૂર નથી, પરંતુ સેલ્ફ ડીકલેરેશન રજુ કરેલ છે, તેઓ દ્વારા જો કોઈ અનધિકૃત બાંધકામ હોય, તો હાલે અમલી ગુડા-૨૦૨૨ હેઠળ જે-તે બાંધકામ કરનારએ તુરંત જ દિન-૭ (સાત) ની અંદર તમામ આધારો તથા રેગ્યુલરાઈઝ પ્લાન સાથે નિયત સ્ક્રુટીની ફી ભરી અરજદાર થવાનું રહેશે તથા અરજીની તારીખથી દિન-૬૦ માં જરૂરી બી.યુ./ ઈમ્પેકટ-૨૦૨૨ હેઠળ રેગ્યુલરાઈઝેશન કરાવી લેવાનું રહેશે. આ માટે જો ઈમ્પેકટ એકટ હેઠળ પણ બાંધકામ રેગ્યુલરાઈઝ થવા પાત્ર નહી હોય તો તે રી-સીલ કરવામાં આવશે.
ઉપરોકત કાર્ય પદ્ધતિ ફક્ત શૈક્ષણિક સંસ્થાઓ તથા આરોગ્ય લક્ષી સંસ્થાઓ માટે જ લાગુ પડશે. તેમ નાયબ કમિશ્નર જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial