Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાયબર ક્રાઈમ અંગે યોજવામાં આવી પ્રેસ કોન્ફરન્સઃ
જામનગર તા. ૧૭: જામનગર જિલ્લા પોલીસવડાએ સાયબર ક્રાઈમ અંગે લોકોમાં વધુ જાગૃતિ આવે તે માટે કેટલાક જરૂરી સૂચનો જાહેર જનતા માટે જારી કર્યા છે અને ફ્રોડ અંગેની માહિતી આપવા લોકોને અનુરોધ કર્યાે છે.
જામનગર પોલીસ અધિક્ષક કચેરીમાં એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા સાયબર ક્રાઈમ અંગે નાગરિકોમાં જાગૃતિ આવે તે માટે તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલીસવડાએ મુખ્ય રીતે આચરાતા ફ્રોડ અંગે વિગતો પૂરી પાડી હતી.
વોટ્સએપ, ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા મારફત શેર બજાર, ક્રિપ્ટો કરન્સી વગેરેમાં રોકાણ કરવાની લોભામણી ઓફર આપવા ઉપરાંત ઓટીપી ફ્રોડ, જોબફ્રોડ, લોટરી-ગીફટ ફ્રોડ આચરવામાં આવતા હોવાનું અને તેનાથી નાગરિકોને સાવચેત રહેવાનું એસપીએ જણાવ્યું છે.
તે ઉપરાંત ટાસ્ક ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, વોઈસ ક્લોનીંગ ફ્રોડ, ડીપફેકટ વીડિયો, ઓનલાઈન બુકીંગ ફ્રોડ પણ કેટલાક ચીટરો આચરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી સંબંધિતો પાસે નાણાની માગણી કરી છેતરપિંડી કરાઈ રહી છે. ત્યારે નાગરિકોએ તેનાથી બચવા માટે સાવચેતી રાખવી જોઈએ. જ્યારે આ પ્રકારનું કોઈ ફ્રોડ આચરવામાં આવે તો તેની જાણ સાયબર હેલ્પલાઈન-૧૯૩૦ અથવા નેશનલ ટાઈમ રિપોર્ટીંગ પોર્ટલ પર કરી શકાશે. તે ઉપરાંત જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન-૬૩૫૯૬ ૨૯૩૪૩, ૦૨૮૮-૨૬૬૬૬૧૦નો સંપર્ક પણ કરી શકાય છે. તે ઉપરાંત સાયબર ક્રાઈમના ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્યૂટર હેન્ડલ પર પણ તેની જાણકારી આપી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial