Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંનેના સરનામે પોલીસની તપાસ નીવડી નિષ્ફળઃ
જામનગર તા. ૧૭: જામનગરના નવાગામ ઘેડ તથા ધુંવાવ ગામમાં રહેતા બે શખ્સ સામે રાજકોટના માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હામાં બંને સામે વોરંટ ઈસ્યુ થયા હતા. આ આરોપીઓ તેમના સરનામે મળતા ન હોવાથી રાજકોટ કોર્ટે બંનેને તા.૧ પહેલાં હાજર થવા ફરમાન કર્યું છે. રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ જામનગરના નવાગામ ઘેડ વિસ્તારની પંચાયત ઓફિસ નજીક વસવાટ કરતા સચિન વલ્લભભાઈ માડમ અને ધુંવાવ ગામના ઈમ્તિયાઝ નુરમામદ મકરાણી સામે ગુન્હો નોંધાયો હતો. આ ગુન્હામાં બંને આરોપી હાજર થતા ન હોવાથી તેઓ સામે ૮૨ (૨) મુજબ વોરંટ કાઢવામાં આવ્યું હતું.
રાજકોટ પોલીસની તપાસમાં આ શખ્સો ઉપરોક્ત સરનામે હાલમાં રહેતા ન હોવાનું જણાઈ આવતા રાજકોટ ડિસ્ટ્રીક્ટ કોર્ટે બંને આરોપીને આગામી તા.૧ પહેલાં કોર્ટમાં હાજર થઈ જવા ફરમાન જાહેર કરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial