Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધી ગુજરાત ફાયર પ્રિવેન્શન બોર્ડ લાઈફ સેફ્ટી મેકર્સ રૂલ્સ મુજબ
જામનગર તા. ૧૭: નાગરિકો/પ્રજાજનોના મનોરંજન હેતુથી ધંધાદારી વ્યક્તિઓ/સંસ્થાઓ દ્વારા મનોરંજન પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આવા મનોરંજન સ્થળો, ધાર્મિક સંસ્થાનો, આરોગ્ય સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ અને અન્ય જાહેર સ્થળોએ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત થતા હોય છે. આવા અગત્યના અને જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવા સ્થળોએ લોકોની સલામતી/સેફ્ટી જળવાય તે ખાસ જરૂરી છે. જે અનુસંધાને આવી સંસ્થાઓ/વ્યાપારી જગ્યાઓ ધરાવતા ઈસમોએ સલામતી/સેફેટીને લગતા બધા પરવાના જેવા કે ફાયર એનઓસી, બીયુ પરમીશન, જરૂરી હોય તેવા કિસ્સામાં પોલીસ ડિપાર્ટમેન્ટનું એનઓસી/પરવાનગી, જરૂરી હોય તેવા કિસ્સામાં આરોગ્ય પરવાના કાયદાકીય જોગવાઈઓ અનુસાર મેળવવાના હોય છે. આવી જગ્યાઓ/સંસ્થાઓમાં લોકોના જાન-માલની પૂરી સલામતીની કાળજી રાખવામાં આવી છે તે બાબતે લોકોમાં વિશ્વાસ ઉત્પન્ન કરવા જે તે સંસ્થાઓએ તેમણે મેળવેલા પરવાના લોકોને જાહેરમાં દેખી શકાય તે રીતે પ્રદર્શિત કરવા જરૂરી છે. જે અનુસંધાને જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા અને ધી ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ રૂલ્સમાં જણાવ્યા અનુસાર તમામ એકમો/સંસ્થાઓ જેવા કે મોલ્સ, હોસ્પિટલ, શાળાઓ, કચેરીઓ, ટ્યુશન ક્લાસીસ, ધાર્મિક સંસ્થાનો, ગેમીંગ ઝોન, સર્કસ, હોટલ, રેસ્ટોરન્ટ્સ, શો-રૂમ્સ, પ્લે સ્કૂલ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ વિગેરે સંસ્થાઓના સંચાલકો કે જેમના દ્વારા ફાયર એનઓસી મેળવેલ હોય તે તમામ એકમોના બિલ્ડરો, માલિકો, ભાડુતો, ભોગવટો કરનાર, કબજેદારોને તાકીદ કરવામાં આવે છે કે તેઓએ આવી મળેલ ફાયર એનઓસીની વિગત જાહેરમાં લોકો જોઈ શકે તે રીતે મુખ્ય એન્ટ્રીમાં ૩ ફૂટ બાય ર ફૂટ જગ્યામાં પ્રદર્શિત કરવાની રહેશે. વધુમાં તેઓના ધંધાના પ્રકાર અન્વયે મેળવવાના થતા અન્ય પરવાના/એનઓસી સર્ટીફિકેટની વિગતો અને બીયુ પરવાનગીની વિગત અવશ્ય લગાવવાની રહેશે, તેમ જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial