Advertisement
Author: નોબત સમાચાર

રણુજા પાસે બાઈક સાથે છકડો રિક્ષા અથડાઈ પડતા મહિલા-યુવકનું મૃત્યુ

અકસ્માત સર્જી છકડાચાલક પલાયનઃ

જામનગર તા. ૧૭: કાલાવડના રણુજા ગામ પાસે ગઈકાલે એક રિક્ષા છકડાએ સામેથી આવતા ડબલસવારી બાઈક સાથે અકસ્માત સર્જયો હતો. બાઈક પર જઈ રહેલા એક મહિલા તથા યુવાનના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયા છે. અકસ્માત સર્જી છકડાચાલક પલાયન થઈ ગયો છે. નગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં એક અજાણી મોટરે રોડ ક્રોસ કરતી બાળકીને હડફેટે લઈ લીધી છે.

કાલાવડના રણુજા ગામમાં રહેતા મંગુબેન રમુભાઈ સાડમીયા નામના દેવીપૂજક મહિલા તથા તેમની સાથે રહેતા રવિ મોહનભાઈ રાઠોડ નામના વ્યક્તિઓ ગઈકાલે જીજે-૩-બીઆર ૨૩૨૪ નંબરના મોટરસાયકલ પર કાલાવડ કામસર આવ્યા હતા.

ત્યાંથી આ વ્યક્તિઓ રણુજા પરત જવા માટે નીકળ્યા હતા. તેઓ જયારે રાત્રે સાડા આઠેક વાગ્યે રણુજા નજીક વૃદ્ધાશ્રમ પાસે પહોંચ્યા ત્યારે સામેથી પુરપાટ ઝડપે જીજે-૧૦-વાય ૩૫૨૮ નંબરની છકડો રિક્ષા દોડી આવી હતી. તેના ચાલકે બેદરકારીથી ડ્રાઈવીંગ કરી બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા મંગુબેન તથા રવિભાઈ ફંગોળાઈ ગયા હતા.

જોશભેર રોડ પર પછડાયેલા આ બંને વ્યક્તિના ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નિપજ્યા છે. અકસ્માત સર્જી છકડાનો ચાલક નાસી ગયો છે. મૃતક મંગુબેનના ભાઈ ટપુભાઈ રમુભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના સાત રસ્તા પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા સોનલબેન વનરાજ પરમાર નામના મહિલાની દસ વર્ષની પુત્રી દિવ્યા શનિવારે સાંજે દૂધ લેવા ગઈ હતી ત્યારે આ બાળકીને કોઈ મોટરે ઠોકર મારી દીધી હતી. ફ્રેકચર સહિતની ઈજા પામેલી દિવ્યાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મોટરના ચાલક સામે સોનલબેને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh