Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ-ર૦૦૦ના દાયકામાં કસ્ટમ સુપ્રિન્ટેન્ડેન્ટ અને જાગૃત સ્ટાફે નકલી ચલણીનોટો, ચરસ અને પાક.નું બિનવારસુ વહાણ પણ પકડી પાડ્યું હતું
દ્વારકા તા. ૧૭: દેેવભૂમિ દ્વારકા જિલ્લાનો વિશાળ દરિયા કિનારો અને આ જિલ્લામાં આવેલા સલાયા બંદર, ઓખા બંદર, રૂપેણ બંદર, નાવદ્રા બંદર સહિતના સમુદ્રની વચ્ચે આવેલા કુલ ર૪ ટાપુઓ પૈકી ર૧ ટાપુઓ નિર્જન હોય જેના પર માનવ વસાહતને અવરજવરની છુટ નથી. આવા વિશાળ સુમદ્રકાંઠા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વર્તમાનમાં કસ્ટમ વિભાગ શા માટે વિમુખ થઈ ગયું છે તેવો વેધક સવાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાની બુદ્ધિજીવી પ્રજા અને કસ્ટમના ભૂતકાળના ખાસ બાતમીદારોમાં પણ થઈ રહ્યો છે.
છેલ્લા ઘણાં સમયથી ખાસ કરીને ૧પ દિવસમાં જે રીતે જિલ્લાના સમુદ્ર કિનારાઓ ઉપર ડ્રગ્ઝના બિનવારસુ જથ્થાઓ ઝડપાઈ રહ્યા છે અને જિલ્લા પોલીસની સજગતાથી પકડાઈ રહ્યા છે તે જોતા આ જિલ્લો હવે ડ્રગ્સ જેવા કેફી પદાર્થોનું હબ બની જાય તો પણ નવાઈ નહીં રહે. કારણ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાનો સમુદ્ર કિનારો જે ભારતના પશ્ચિમ છેવાડાનું અંતિમ સ્થાન હોય અને સામે જ પાકિસ્તાન દેશ આવેલ છે જેનું અંતર ઓખા અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ નજીક છે. જેથી આવી દેશને નષ્ટ કરવા જેવી વસ્તુઓની ભારતમાં પ્રવેશવાની મળી રહેલી તકને જાકારો આપવા દેવભૂમિ દ્વારકા જિલ્લાને ખૂબ જ સાર્થક કરવાની જરૂર રહેશે.
વાત કસ્ટમ વિભાગની કરીએ તો સલાયા, ઓખા, દ્વારકા જેવા તમામ મહત્ત્વના બંદરો પર કસ્ટમની સુપ્રિન્ટેન્ડેન્ડ અને આસી. કમિશનર કક્ષાની કચેરીઓ અને કુશળ સિપાઈઓ અને ઈન્સ્પેકટરનો સ્ટાફ આવેલ હતો. જેનો દાખલો આપીએ તો ઓખામાં જ કસ્ટમ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ રાજુ રાયઠઠ્ઠાએ ર૦૦૦ આસપાસના દાયકાઓમાં તેમની ફરજ દરમ્યાન જાલી નોટ, ચરસ, હથિયારો અને પાકિસ્તાની બિનવારસ વહાણને પણ પકડી પાડ્યું હતું અને તે વખતે કસ્ટમ કમિશનરો ખૂબજ જાગૃત અને સજાગ રહેતા હતાં. જે આજે શા માટે વિમુખ થઈ રહ્યા છે તેના કારણમાં એવું પણ બહાર આવ્યું છે કે વર્તમાનમાં કસ્ટમ કમિશનરો કસ્ટમ હાઉસમાં જ અને તેનું કારણ એવું પણ કહી શકાય કે આ બંદરો ઉપર મોટી મલાઈની પણ અપેક્ષા રાખવામાં આવતી હોય છે.
એક સમયે વિદેશથી દાણચોરી પેટે ભારતમાં કપડાં, ઈલેકટ્રીક વિગેરે કસ્ટમ ડયુટીની ચોરીના ભાગરૂપે દાણચોરી થતી ત્યારબાદ સોના અને ચાંદીમાં વિદેશ સાથે ભારતમાં ભાવ તફાવતને કારણે સોના-ચાંદીની દાણચોરી થવા લાગેલ. પરન્તુ હવે દાણચોરીની ગુન્હાહીત પ્રવૃત્તિનું આખું મોડેલ બદલાઈ ગયું હોય તેમ ભારત માટે નશાની ઘંટડી રૂપે મોડલ આવી ગયું હોય તેવું ચોક્કસ કહી શકાય. અને આ કાર્યપદ્ધતિમાં બદલાવ આવવાની દાણચોરો તો પૈસા કમાઈ લેશે પણ યુવાધન નશાખોરી તરફ ધકેલાશે તેવું જણાઈ રહ્યું છે.
ભૂતકાળમાં કસ્ટમના અધિકારીઓની બંદર ઉપર માનવ વસ્તી અને તેમના પરિવારો ઉપર ખાસ નજર રહેતી. ઝુપડામાં રહેતાં સમુદ્ર કિનારે વસતાં કોઈ પરિવાર પાસે સાયકલ છે અને તેની પાસે મોટરસાઈકલ કયાંથી આવ્યું તેની તપાસ કરી તેના પર વોચ રાખવામાં આવતી. આવો દાખલો આપતા કહી શકાય કે ઓખા નજીકના બેટ દ્વારકામાં એક પરિવાર પાસે એક બોટ હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં તેમના પાસે દસ બોટ માલિકીની થઈ જતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી હતી અને આ શખ્સને નજરમાં રાખી તપાસ કરતા મોટી દાણચોરીનું કૌભાંડ બહાર આવેલ અને તેને મોટી ગુન્હાહીત પ્રવૃત્તિ માટે પકડી પાડવામાં આવ્યો હતો.
કસ્ટમ વિભાગ માટે કેન્દ્ર સરકાર પાસે બાતમીદારોને આપવાના થતાં રીવોર્ડ આજે પણ પેન્ડીંગ
છેલ્લા ત્રણ દાયકાઓ પૂર્વેથી કસ્ટમ વિભાગે જુદા જુદા બંદરો પર પકડી પાડેલ ગુન્હાહીત પ્રવૃત્તિઓના માલસામાન અને ગુન્હાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે દાણચોરીના બનાવોની બાતમી આપવા માટે લોકોને આપવામાં આવેલ માહિતીના બાતમીદારોને આજે પણ તેમના રીવોર્ડ મળ્યા નથી અને જુદા જુદા કારણોસર અધિકારીઓ તેમની મનમાની કરીને ફાઈલો એકબીજાના ટેબલો પર ફેરવી રહ્યા છે. જેનો પણ નિકાલ આવે આવા બાતમીદારોને અને તેમના પરિવારોને જે જેઓ દરિયાઈ સેવાઓ સાથે સંકળાયેલ છે તેમને સજાગ કરવામાં આવે તો વર્તમાનની દાણચોરી અંગેની વર્તમાન મોડસ ઓપરેન્ડીને તોડવામાં મદદરૂપ થઈ શકે તેમ છે.
સુરક્ષા માટે શું થઈ શકે?
ગુજરાતના ૧૬૦૦ કિમી લાંબા સમુદ્ર કિનારા સહિત અને તેમાં પણ ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાને સુરક્ષિત કરવા માટે કસ્ટમ વિભાગમાં નોકરી કરી વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા કસ્ટમ કમિશનર, આસી. કમિશનર જેઓ હાલ ગુજરાત રાજ્યમાં અને પરરાજ્યમાં વસતા હોય તેમની સાથે કેન્દ્રના ગૃહરાજ્યમંત્રી અમિત શાહ તથા ગુજરાત રાજ્યના હર્ષ સંઘવીએ ખાસ પ્રકારની બેઠકો સમયાંતરે બોલાવીને રાજ્યના સમુદ્ર કિનારે થતી દેશદ્રોહી પ્રવૃત્તિઓ થતી અટકાવવા આવા જાણકારો સાથે સમયાંતરે બેઠકો યોજવી જોઈએ. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા, દ્વારકા, સલાયા વિગેરે બંદરો પર કસ્ટમ, નેવી અને મરીન પોલીસનું જોઈન્ટ પેટ્રોલીંગ શરૂ કરાયેલ જે હાલ બંધ હોય જેને પણ ફરીથી કાર્યરત કરવું જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial