Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેતીવાડી વિભાગની યોજનાઓ માટે
ખંભાળિયા તા. ૧૭: ખેડૂતોને ખેતીવાડી વિભાગની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સહેલાઈથી મળી રહે તેવા ઉમદા હેતુસર પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ર૦ર૪-રપ માટે (૧) સ્માર્ટફોન પર સહયા યોજના (ર) પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને (૩) પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે અરજીઓ મેળવવાની થાય છે.
રાજ્ય સરકાર દ્વારા સને ર૦ર૪-રપ માટે આઈ ખેડૂત પોર્ટલ આવતીકાલ તા. ૧૮-૬-ર૦ર૪ ના સવારે ૧૦-૩૦ કલાકેથી દિન ૭ માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂત મિત્રોએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દેવભૂમિ દ્વારકા દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial