Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માલગાડીએ કાંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારતા ત્રણ ડબ્બાનો કચ્ચરઘાણઃ પી.એમ.-સી.એમ.-ગૃહમંત્રીએ પાઠવી સંવેદનાઃ રાહત-બચાવ શરૂ
કોલકાતા તા. ૧૭: પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં આજે મોટી ટ્રેન દુર્ઘટના બની છે. જેમાં એક માલગાડીએ પાછળથી કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનાને કારણે અત્યાર સુધીમાં ૧૫ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે, જ્યારે ૬૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ બચાવ કાર્ય ચાલુ છે. પીએમ, સીએમ, ગૃહમંત્રીએ દુઃખ વ્યક્ત કરી સંવેદના પાઠવી છે, તો પીએમઓએ સહાયની જાહેરાત કરી છે, ટીએમસીએ રેલવેમંત્રીનું રાજીનામું માંગ્યું છે.
પશ્ચિમ બંગાળમાં આજે સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં જલપાઈગુડીમાં મુસાફરોને લઈને જઈ રહેલી કાંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે કાંચનજંગા એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ દુર્ઘટનામાં ૧૫ મુસાફરોના મોત થયા છે, જ્યારે ૬૦ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે.
આ ઘટનાને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટના સ્થળે જવા રવાના થયા છે.
હાલ ગેસ કટરથી ડબ્બાને તોડીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ અકસમાત સવારે ૯-૩૦ વાગ્યાની આસપાસ થયો હતો. ટ્રેન નંબર ૧૩૧૭૪ કાંચનજંગા એક્સપ્રેસની માલગાડી સાથે જોરદાર ટક્કર થઈ હતી. દુર્ઘટના પછી રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને મુસાફરોને બચાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે.
રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને ટ્રેન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું હતું કે, એનએફઆર ઝોનમાં ખૂબ જ દુઃખદ અકસ્માત થયો છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રેલવે, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સાથે મળીને કામ કરી રહી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના બદલ દુઃખ વ્યક્ત કરીને ઘાયલ થયેલા લોકો ઝડપથી સારા થઈ જાય, તેવી પ્રાર્થના સાથે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પ. બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ શોક વ્યક્ત કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે પણ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ તૃણમુલ કોંગ્રેસે કહ્યું છે કે રેલવેમંત્રીએ આ અકસ્માતની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ.
રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ ઘાયલોની મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. ઘાયલોના સંબંધીઓ ૦૩૩-ર૩પ૦૮૭૯૪, ૦૩૩-૨૩૮૩૩૩ર૬ પર ફોન કરીને મદદ મેળવી શકે છે. બીજી તરફ સરકાર તથા પી.એમ.ઓ. તરફથી મૃતકોના પરિવારો તથા ઈજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત થઈ હોવાનું જાણવા મળે છે. મૃતાંક હજુ વધી શકે છે.
રેલવે મંત્રાલય કે પ્રચાર મંત્રાલય?: ખડગે
છેલ્લા અહેવાલો મુજબ ઘાયલોની સંખ્યા વધીને પ૦ થઈ ગઈ છે. મુખ્મંત્રી મમતા બેનર્જી ઘટના સ્થળે જશે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રેલવે મંત્રાલયને પ્રસાર મંત્રાલય બનાવી દેવાયું છે અને મુસાફરોની સલામતીનો ખ્યાલ રખાતો નથી. તેમણે મૃતકોના પરિવારો તથા ઈજાગ્રસ્તોને રેલવે તરફથી પણ તત્કાળ વળતરઆપવાની માંગણી કરી છે.
રેલવેમંત્રીની સહાયની જાહેરાત
રેલવેમંત્રીએ મૃતોકના પરિવારોને ૧૦ લાખ, ગંભીર રીતે ઘાયલોને અઢી લાખ અને સામાન્ય રીતે ઘાયલ લોકોને રૂ. પ૦ હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial