Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરસ્પર મુબારક બાદીઃ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત
જામનગર શહેર જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર ઈદ-ઉલ-અઝહા બકરી ઈદ અલ્લાહની ખાસ ઈબાદત સાથે ઉજવવામાં આવી હતી. ત્યાગ અને કુરબાનીનો અજોડ મહિમા સભર ઈદ-ઉલ-અઝહાના પવિત્ર દિવસે જામનગર શહેર-જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુસ્લિમ સમુદાય દ્વારા ઈદગાહ અને અન્ય મસ્જીદમાં ઈદની ખાસ નમાઝ અદા કરી અલ્લાઅનો શુક્રગુજારી સર્વે માટે દુઆ કરવામાં આવી હતી. જામનગરની ઈદગાહ પર જુમ્મા મસ્જીદના પેશ ઈમામ શહેરના કાઝી મૌલાના સુલેમાન બરકાતી સાહેબ ઈદની નમાઝ અદા કરાવી હતી. નમાઝ પૂર્વે તેમણે પ્રાસંગિક ઉદ્દબોધન કરી એખલાસ ભર્યુ વાતાવરણ જાળવી રાખવા અનુરોધ કર્યો હતો. જામનગર શહેરની ઈદગાહ ઉપરાંત જુમ્મા મસ્જીદ, રતનબાઈ મસ્જીદ, કમાલશા મસ્જીદ, ગોવાળ મસ્જીદ, મતવા મસ્જીદ, મક્કા મસ્જીદ, હંસબાઈ મસ્જીદ, મક્કા મસ્જીદ, અમૃતબાઈ મસ્જીદમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. એક બીજાને ઈદ મુબારક પાઠવ્યા હતાં. આ અવસરે ઈદગાહ પર હિન્દુ-મુસ્લિમો ઉપસ્થિત રહ્યા હતાં. પૂર્વ વિપક્ષના નેતા અલ્તાફભાઈ ખફી, હાજી રશીદભાઈ લુસવારા પ્રમુખ જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડ, પૂર્વ વિપક્ષના નેતા આનંદભાઈ ગોહીલ, મુન્નાભાઈ બાદશાહ, આરીફભાઈ બંદુકવારા, આમદભાઈ ખુરેશી, એડવોકેટ અશરફ ગોરી, મુસ્તાકભાઈ ખફી, સાજીદભાઈ બ્લોચ, મતવા મસ્જીદના પેશ ઈમામ હઝરત મૌલાના અબ્બા કાદર, એડવોકેટ રીંગણીયા, સલીમભાઈ ખફી, ઈનાયતખાન પઠાણ અને અન્ય હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતાં. આ પ્રસંગે પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial